વરસાદી વાતાવરણમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સમયે જો કાળા તલનું સેવન કરવામાં આવે તો શરીરને લાભ થાય છે
વરસાદી વાતાવરણમાં ભેજ અને ઠંડકના કારણે અનેક બીમારીનો પ્રકોપ વધી જાય છે. બીમારીથી બચવું આ સમયે પડકાર સમાન સાબિત થાય છે.
આ ઋતુ દરમિયાન પહાડી વિસ્તારોમાં ખાસ કાળા તલના લાડુ ખાવામાં આવે છે
આ દેશી નુસખો તબિયત સુધારવામાં અસરદાર સાબિત થાય છે. કાળા તલના લાડુ એક પારંપરિક મીઠાઈ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ચોમાસામાં લાભકરનાર સાબિત થાય છે.
કાળા તલ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. તે ઈમ્યૂનિટી બુસ્ટ કરે છે.
કાળા તેલમાં રહેલું પ્રાકૃતિક તેલ ત્વચાને મોઈશ્ચુરાઈઝ કરે છે અને વરસાદમાં થતી સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.
આયુર્વેદમાં કાળા તલને ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિના માનવામાં આવ્યા છે
કાળા તલ શરીરમાં ગરમી જાળવી રાખે છે. કાળા તલ વાત સંબંધિત સમસ્યામાં લાભ કરે છે.
બાળકો, વડિલો અને મહિલાઓ માટે આ લાડુ ફાયદાકારક માનવામાં આવે છે.