આજના સમયમાં લોકો ફિટનેસ અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પર ધ્યાન દેવા લાગ્યા છે.
હેલ્ધી રહેવા માટે અલગ અલગ વસ્તુઓ પણ લોકો ફોલો કરે છે. જેમાં સૌથી અસરકારક ગણાય છે અર્લી ડિનર હેબિટ. એટલે કે રાત્રે વહેલા જમી લેવું.
અનુષ્કા શર્મા સહિત અનેક બોલીવુડ સેલિબ્રિટી પાસેથી પણ તમે આ વાત સાંભળી હશે કે તેઓ સાંજે 5 થી 7:00 વાગ્યાની વચ્ચે જમી લેવાની આદત ધરાવે છે.
ઘણા લોકોને તો આ સમય નાસ્તો કરવાનો સમય લાગશે પરંતુ આ આદત સૌથી બેસ્ટ છે
જો તમે સાંજે 7:00 વાગ્યા સુધીમાં રાતનું ભોજન લઈ લો છો તો તેનાથી શરીરમાં ઘણા બધા ફાયદા તુરંત દેખાવા લાગે છે.
જે લોકો રાત્રે મોડા જમે છે તેમનો ડાયજેશન બગડે છે અને ઊંઘ પર પણ અસર થાય છે. તેનાથી વિરુદ્ધ જો રાત્રે તમે જલ્દી જમી લો છો તો શરીરને ખોરાક બચાવવા માટે પૂરતો સમય મળે છે.
ઘણા લોકો વજન ઘટાડવા માટે તનતોડ મહેનત કરે છે પરંતુ વજન ઘટાડવાની જર્ની એકદમ સરળ થઈ જશે જો તમે અર્લી ડિનર હેબિટ અપનાવી લેશો
જો રાત્રે તમે વહેલા જમી લો છો તો શરીર અને મગજ બંને માટે ફાયદાકારક છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર અર્લી ડિનર કરવાથી ઇન્સ્યુલિન અને અન્ય હોર્મોન બેલેન્સ રહે છે.