લસણ ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તે અનેક રોગો સામે પણ રક્ષણ આપે છે
તેના એન્ટીબેક્ટેરિયલ એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણધર્મોને કારણે લસણનું તેલ શરીરના દુખાવામાં પણ ખૂબ અસરકારક છે
લસણનું તેલ શરીરના કોઈપણ ભાગમાં દુખાવો દૂર કરી શકે છે પછી ભલે તે કમર, ગરદન, ઘૂંટણ હાથ કે પગનો દુખાવો હોય.
લસણના તેલથી નિયમિતપણે શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત રહે છે જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ફાયદાકારક છે.
લસણની ગરમ અસર હોય છે.તમને ઠંડી લાગી રહી છે તો આ તેલથી માલિશ કરવાથી શરીરમાં ગરમી આવે છે અને ઠંડીથી રક્ષણ મળે છે.
વાળમાં ખોડો એક સામાન્ય સમસ્યા છે. લસણના તેલથી વાળ પર માલિશ કરવાથી ખોડોની સમસ્યા દૂર થઈ શકે છે.
લસણની 5 થી 7 કળી લો.થોડું સરસવનું તેલ લો અને તેને ધીમા તાપે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં સમારેલું અથવા વાટેલું લસણ ઉમેરો લગભગ બે થી ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરો.
લગાવતા પહેલા તેને થોડું ગરમ કરો. જ્યાં દુખાવો થઈ રહ્યો હોય ત્યાં દિવસમાં બે થી ત્રણ વાર હળવા હાથે માલિશ કરો