ઘણીવાર આપણે વાહનમાં પૂરતું ઈંધણ પૂરાવવાનું ભૂલી જઈએ છીએ,ઘણીવાર દૂર જઈએ ત્યારે એવરેજનો અંદાજો નથી રહેતો જેના કારણે કારમાં ફ્યુલ ખતમ થઈ જાય છે.
જોકે કાર ટેન્ક સંપૂર્ણ ખાલી થાય તે પહેલા એક ઈન્ડિકેટર તમને સૂચિત કરે છે, જેને ફ્યુલ ઈન્ડિકેટર કહેવામાં આવે છે.
જ્યારે પણ ઈન્સ્ટુમેન્ટ કંસોલમાં લાઈટ બ્લિનક થાય એટલે સમજો કારમાં ઈંધણ ઓછુ છે, તમારે ફ્યૂલ નખાવવાની જરૂર છે.
ઘણીવાર લોકોને અસમંજસતા રહે છે કે ફ્યૂલ ઈન્ડિકેટર બ્લિંક થાય ત્યારે કાર કેટલા કિમી સુધી લઈ જઈ શકાય છે
પહેલાની કારમાં રિઝર્વ ફ્યુલનું ઈન્ડિકેટર આપવામાં આવતુ હતું, પરંતુ નવી ગાડીમાં ફયૂલ ગેઝ પર ફક્ત ફુલ(F) અને એમ્પ્ટી (E) ના જ સંકેત આપવામાં આવે છે,
એવું માનવામાં આવે છે કે કારમાં ફ્યૂલ ઈન્ડિકેટર ઓન હોય તો ફ્યૂલ ટેન્કમાં ટેન્કની ક્ષમતાના અંદાજિત 10 ટકા વધ્યું છે.
જો તમારી કારની ટેંક 40 લીટરની છે, અને તમે એટલું ફ્યૂલ ભરાવતા હોવ તો રિઝર્વમાં અંદાજિત 4થી 6 લિટર ફ્યૂલ દર્શાવે. જો કે આ આંકડો સચોટ નથી રહેતો
જો તમારી કાર 15 કિમી પ્રતિ લિટરની એવરેજ આપે તો તમારી કાર 60થી 70 કિમી સુધી ચાલી શકે

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો