અમેરિકાના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચેની અથડામણમાં બોર્ડમાં સવાર તમામ 67 લોકો માર્યા ગયા. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે
ચાર પાંખવાળુ બ્લેક હોક હેલિકોપ્ટર ખૂબ જ પ્રખ્યાત અને શક્તિશાળી હેલિકોપ્ટર છે, જે US આર્મી માટે લોકહીડ માર્ટિન દ્વારા ડિઝાઇન અને પ્રોડક્શન કરવામાં છે.
બ્લેક હોક હેલિકોપ્ટરની લંબાઈ આશરે 19.76 મીટર, પહોળાઈ આશરે 3.6 મીટર, અને ઊંચાઈ આશરે 4.01 મીટર છે. તેની પાંખનો 13.6 મીટરની છે.
બ્લેક હોક હેલિકોપ્ટરનું વજન આશરે 5,380 kg છે. તેના શસ્ત્રો અને ક્રૂ સાથે તેનું મહત્તમ વજન આશરે 9,700 kg છે.
એક હોક હેલિકોપ્ટર 2 પાઈલટ અને 11થી 14 સૈનિકોને લઈ જઈ શકે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ અલ કાયદાના ઓસામા બિન લાદેન વિરુદ્ધ 'ઓપરેશન થંડર'માં કરવામાં આવ્યો હતો.
બ્લેક હોક હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ આશરે 360 કિમી/કલાક છે. બ્લેક હોક હેલિકોપ્ટર 540 કિમી સુધીની રેન્જ ધરાવે છે અને તે લગભગ 4572 મીટરની ઊંચાઈએ ઉડી શકે છે.