Home Religion Zodiac Signs Fast Move On After Breakup

બ્રેકઅપ બાદ ઝડપથી Move On કરે છે આ 4 રાશિના જાતકો : લાંબા સમય સુધી દુઃખમાં નથી નથી રહેતા આ જાતકો

પ્રતિકારાત્મક છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 22, 2026, 01:19 PM IST

જીવનમાં બ્રેકઅપનો દુઃખદ અનુભવ લગભગ દરેક વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. કોઈ વ્યક્તિ વર્ષો સુધી જૂના સંબંધોની યાદોમાં જીવતો રહે છે, તો કેટલાક લોકો થોડા જ સમયમાં પોતાને સંભાળી નવી શરૂઆત કરી લે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પાછળ વ્યક્તિની રાશિ અને તેની મૂળ પ્રકૃતિનો મોટો પ્રભાવ હોય છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ, તમામ 12 રાશિઓને અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ એમ ચાર તત્વોમાં વહેંચવામાં આવી છે. તેમાં ખાસ કરીને અગ્નિ અને વાયુ તત્વની કેટલીક રાશિઓ માનસિક રીતે વધુ મજબૂત, આત્મવિશ્વાસી અને આગળ વધવાની ક્ષમતા ધરાવતી હોય છે. તેથી આવી રાશિના લોકો બ્રેકઅપ બાદ ઝડપથી Move On કરી લેતા હોય છે.

આ પણ વાંચો: 8 જૂનથી શુક્રનું મહાગોચર! : આ 3 રાશિવાળાનું બદલાશે ભાગ્ય! મળશે નોકરી, પૈસા અને પ્રેમમાં જબરદસ્ત લાભ!

મેષ રાશિ (Aries)

મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ માનવામાં આવે છે અને આ રાશિના લોકો ખૂબ જ ઊર્જાવાન તથા સ્વતંત્ર સ્વભાવના હોય છે. તેઓ લાંબા સમય સુધી દુઃખમાં અટવાઈ રહેવાનું પસંદ કરતા નથી. બ્રેકઅપ બાદ મેષ રાશિના લોકો પોતાનું ધ્યાન નવા કામ, કરિયર, પ્રવાસ અથવા અન્ય પ્રવૃત્તિઓમાં લગાવી દે છે. તેઓ જીવનમાં આગળ વધવાનું વધારે મહત્વ આપે છે અને “જે થયું તે થયું” જેવી વિચારસરણીથી ઝડપથી બહાર આવી જાય છે.

સિંહ રાશિ (Leo)

સિંહ રાશિના લોકો આત્મવિશ્વાસ અને સ્વાભિમાન માટે જાણીતા હોય છે. તેઓ સંબંધોમાં લાગણીશીલ હોવા છતાં પોતાના જીવનમાં લાંબા સમય સુધી નકારાત્મકતા રહેવા દેતા નથી. સિંહ રાશિના લોકો માને છે કે જીવનમાં સતત આગળ વધવું જરૂરી છે. તેથી બ્રેકઅપ પછી તેઓ પોતાની જાતને વધુ મજબૂત બનાવી નવી શરૂઆત તરફ આગળ વધે છે. તેઓ સામાન્ય રીતે પોતાનું ધ્યાન નવા સંબંધો, કરિયર અથવા વ્યક્તિગત વિકાસ પર કેન્દ્રિત કરી દે છે.

આ પણ વાંચો: કમાણી છતાં પૈસા નથી ટકતા? : વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયો બદલશે નસીબ, અપનાવતાં જ દેવું થશે દૂર અને વરસશે પૈસા!

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના લોકો સાહસિક અને આશાવાદી સ્વભાવ ધરાવે છે. તેમને નવી જગ્યાઓ, નવા લોકો અને નવા અનુભવ વિશે ખૂબ જ ઉત્સુકતા રહેતી હોય છે. આ જ કારણ છે કે તેઓ જૂના સંબંધોની પીડામાં લાંબા સમય સુધી અટવાઈ રહેતા નથી. તેઓ બ્રેકઅપને જીવનનો એક અનુભવ માની આગળ વધવાનું પસંદ કરે છે. ધનુ રાશિના લોકો માટે જીવનમાં નવી શરૂઆત હંમેશા વધુ મહત્વની હોય છે.

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના લોકો ખૂબ જ સોશિયલ અને વિચારોમાં ઝડપી બદલાવ લાવનારા હોય છે. તેઓ નવી વસ્તુઓ અને નવા લોકો સાથે ઝડપથી જોડાઈ જાય છે. મિથુન રાશિના લોકો પોતાની જાતને ખૂબ મહત્વ આપે છે. તેથી તેઓ બ્રેકઅપ બાદ પોતાને તૂટવા દેતા નથી. તેઓ નવા વિચારો, મિત્રતા અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ઝડપથી Move On કરી લે છે.

આ પણ વાંચો: મેના છેલ્લા અઠવાડિયામાં બનશે શક્તિશાળી ભદ્ર યોગ! : આ 4 રાશિવાળા પર વરસશે ભાગ્યનો સોનેરી વરસાદ! અચાનક ફાટી નીકળશે અપાર ખજાનો!

દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોય છે

જ્યોતિષશાસ્ત્ર વ્યક્તિના સ્વભાવ અને માનસિકતા વિશે સંકેત આપે છે, પરંતુ દરેક વ્યક્તિનો અનુભવ અને પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. બ્રેકઅપમાંથી બહાર આવવાનો સમય સંબંધની ઊંડાઈ, લાગણીઓ અને વ્યક્તિગત પરિપક્વતા પર પણ આધાર રાખે છે. તેમ છતાં કેટલીક રાશિઓ સ્વભાવથી વધુ મજબૂત અને આગળ વધવાની માનસિકતા ધરાવતી હોવાને કારણે તેઓ જીવનના મુશ્કેલ તબક્કાઓમાંથી ઝડપથી બહાર આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now