Home Gujarat Vadodara Yusuf Pathan Municipal Plot Encroachment High Court Case

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં : પાલિકાના પ્લોટ પર દબાણ મામલે ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું મોટું નિવેદન

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Jun 09, 2026, 12:00 PM IST

Vadodara News: ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર અને રાજનેતા યુસુફ પઠાણ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) ની માલિકીના એક પ્લોટ પર કથિત દબાણ કરવાના મામલે પાલિકા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર વિવાદ અંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરે એક મહત્વનું અને મોટું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય અને રમતગમત જગતમાં ગરમાવો આવી ગયો છે.

પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે: ડેપ્યુટી કમિશનર

આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા પાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "જે જમીન અથવા પ્લોટને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તે સંપૂર્ણપણે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે." તેમણે ઉમેર્યું કે, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા આ સરકારી પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ (દિવાલ) બનાવીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે.

વડોદરામાં બુટલેગરોનો આતંક : નજીવી બાબતે ત્રણ યુવકો પર તલવારથી જીવલેણ હુમલો

પાલિકાએ ફટકારી હતી નોટિસ

ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, પાલિકાની માલિકીની જમીન પર થયેલા આ દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા અગાઉ યુસુફ પઠાણને કાયદેસરની નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પાલિકાનો હેતુ સરકારી જમીનને દબાણમુક્ત કરવાનો હતો.

મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા જ યુસુફ પઠાણે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. તેઓ આ નોટિસની વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાલમાં આ કેસ હાઈકોર્ટમાં વિચારાધીન છે. નામદાર કોર્ટમાં બંને પક્ષો તરફથી દલીલો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આ મામલે હજી સુધી કોઈ આખરી ચુકાદો (Final Verdict) આવ્યો નથી.

SSG હોસ્પિટલમાં 5 દિવસથી લિફ્ટ છે બંધ : બીમારીનો બોજ ઓછો ન હતો ને હવે 'ધક્કે પે ધક્કા' જેવી સ્થિતિ

શું છે સમગ્ર વિવાદ?

વર્ષો પહેલા યુસુફ પઠાણે વડોદરા પાલિકા પાસે તેમના ઘરની બાજુમાં આવેલો આ પ્લોટ ખરીદવા માટે માંગણી કરી હતી. તે સમયે પાલિકાની સામાન્ય સભામાં આ દરખાસ્ત મંજૂર પણ થઈ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેને મંજૂરી મળી ન હતી. આમ છતાં, આ પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવતા પાલિકાએ તેને દબાણ ગણાવીને નોટિસ ઈશ્યુ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now