Home Religion Why Did The Pair Of Pigeons Become Immortal In The Amarnath Cave Know The Story

કથા અમરનાથની : અમરનાથની ગુફામાં કેમ અમર થયું કબૂતરનું જોડું? જાણો કથા..

કથા અમરનાથની
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 03:00 AM IST

અમરનાથ યાત્રા અને તેનું મહત્વ વિશ્વ વિખ્યાત છે. દેશ વિદેશથી દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે આવે છે. પહેલાના સમયમાં અમરનાથ ગુફાને અમરેશ્વરના નામથી ઓળખવામાં આવતી હતી. આ પવિત્ર સ્થળ પર બરફનું શિવલિંગ હોવાથી તેને બાબા બર્ફાની પણ કહેવામાં આવે છે. જે 51 શક્તિપીઠમાંથી એક છે. કહેવાય છે કે, બાબા અમરનાથના દર્શનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. દર વર્ષે શિવભક્તો આ યાત્રાની શરૂઆતની આતુરતાથી રાહ જુએ છે. પ્રવાસ દરમિયાન જોવા માટે ઘણા અદ્ભુત સ્થળો છે.


કહેવાય છે કે, અમરનાથ ગુફામાં ભગવાન શિવે પાર્વતીજીને અમર થવાની કથા સંભળાવી હતી. અમરનાથ ગુફામાં વર્ષોથી કબૂતરનું એક જોડું પણ હોય છે. જેના દર્શન કરીને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે.પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે એકવાર માતા પાર્વતીને મોક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવ્યો હતો. આ વિશે બંને વચ્ચે વાતચીત થઈ રહી હતી.


જ્યારે ભગવાન શિવ પાર્વતીને અમૃતજ્ઞાનની વાર્તા કહી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર કબૂતરોની જોડીએ પણ અમૃતજ્ઞાનની વાર્તા સાંભળી.વાર્તા સાંભળ્યા પછી, કબૂતરોની જોડી અમર થઈ ગઈ અને આજે પણ કબૂતરોની જોડી ગુફામાં હાજર છે, જેને જોવાનો ભક્તો લાભ લે છે. એવું માનવામાં આવે છે કે અમરનાથ ગુફામાં શિવલિંગના દર્શન કર્યા પછી, કબૂતરોની જોડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.છે. આ વર્ષે, અમરનાથ યાત્રા 25 જૂને શરૂ થશે અને 9 ઓગસ્ટે સમાપ્ત થશે. દર વર્ષે શિવભક્તો આ યાત્રાની શરૂઆતની આતુરતાથી રાહ જુએ છે. પ્રવાસ દરમિયાન જોવા માટે ઘણા અદ્ભુત સ્થળો છે.


Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now