Home Sports Who Is This Beauty Seen Supporting Team India This Girl From Mumbai Went Viral Overnight

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી જોવા મળેલી આ સુંદરી છે કોણ? : સેમીફાઇનલ પહેલા થઈ રહી છે ચર્ચા, રાતોરાત વાયરલ થઈ મુંબઈની આ યુવતી!

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી જોવા મળેલી આ સુંદરી છે કોણ?
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 09:28 AM IST

T20 World Cup : ભારતીય ક્રિકેટ ટીમનો ક્રેઝ માત્ર રમત પૂરતો સીમિત નથી, પરંતુ સ્ટેડિયમમાં હાજર રહેતા 'મિસ્ટ્રી ફેન્સ' પણ અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે. ઘણીવાર કેમેરામેન કોઈ એવી સુંદર ફેન પર કેમેરો ફેરવે છે કે, જે રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની જાય છે. હાલમાં જ ભારત અને USA વચ્ચેની મેચ દરમિયાન પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. ભારતીય ટીમની જર્સીમાં સજ્જ એક સુંદરી સ્ટેડિયમમાં દેખાઈ હતી, જેની ચર્ચા હવે સેમીફાઇનલ મેચ પહેલા ચારે તરફ થઈ રહી છે.કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?

સ્ટેડિયમમાં દેખાયેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ ઐરા રાવત (Aira Rawat) છે. ભારત અને USA ની લીગ મેચ દરમિયાન જ્યારે ઐરા સ્ટેડિયમમાં જોવા મળી, ત્યારે તેની સુંદરતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતીય ટીમ સુપર-8 માં શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે, ત્યારે હવે સેમીફાઇનલ મેચમાં પણ ઐરા રાવત ફરી જોવા મળશે તેવી આશા તેના ફેન્સ રાખી રહ્યા છે.સોશિયલ મીડિયા પર રાતોરાત વધ્યા ફોલોઅર્સ

ઐરા રાવત T20 વર્લ્ડ કપની શરૂઆતમાં જ્યારે સ્ટેડિયમમાં દેખાઈ, ત્યારથી તેની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર 400k ફોલોઅર્સ પૂર્ણ કર્યા છે. ફેબ્રુઆરીના શરયુઆતમાં રમાયેલી ભારત અને USA ની મેચ બાદ તે સતત વાયરલ થઈ રહી છે. તેને પોતાની સફળતાની ખુશી વ્યક્ત કરતા ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.ફેશન અને સ્ટાઇલની દુનિયાની શોખીન

ઐરા રાવતની પ્રોફાઇલ પર નજર કરીએ તો તે સ્પષ્ટ દેખાય છે કે, તેને ફેશનની દુનિયામાં ઘણો રસ છે. તેને પોતાના બાયોમાં 'સ્ટાઈલ એન્ડ સોલ' (Style and Soul) લખ્યું છે. સાડી હોય કે વેસ્ટર્ન આઉટફિટ, ઐરા દરેક લુકમાં સુંદર લાગે છે. ખાસ કરીને ભારતીય ટીમની બ્લૂ જર્સીમાં તેની તસવીરોને ફેન્સ સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. તેને સ્ટેડિયમની બહાર પણ ભારતીય ટીમની જર્સીમાં પોઝ આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.સેમીફાઇનલમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની શક્યતા

ભારતીય ટીમની સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં ટક્કર થવાની છે. ચર્ચા છે કે, આ મહત્વની મેચમાં ઐરા રાવત ફરી એકવાર સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચિયર કરતી જોવા મળી શકે છે. જોકે, ઐરાએ અત્યાર સુધી પોતાની પર્સનલ લાઈફ કે કરિયર વિશે વધુ ખુલાસો કર્યો નથી, પરંતુ તેના બાયો મુજબ તે કોલોબ્રેશન અને મોડલિંગના ક્ષેત્રમાં સક્રિય હોય તેમ જણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now