Home Religion When Should The Flowers Offered In The Home Temple Be Removed

ઘરના મંદિરમાંથી ચઢાવેલા ફૂલો ક્યારે ઉતારવા જોઈએ? : જાણો યોગ્ય સમય!

ઘરના મંદિરમાંથી ચઢાવેલા ફૂલો ક્યારે ઉતારવા જોઈએ?
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 10:03 AM IST

પૂજા-પાઠમાં ફૂલોનું મહત્વ

હિંદુ ધર્મમાં પૂજા-પાઠને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તેની મદદથી ભક્તો ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ અને આસ્થા વ્યક્ત કરે છે. એવું માનવામાં આવે છે કે સાચા મન અને યોગ્ય રીતથી પૂજા કરવામાં આવે તો મનને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે.

વાસ્તુશાસ્ત્રમાં પૂજા-પાઠ સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. જોકે, કેટલીક બાબતોને લઈને લોકોમાં ગેરસમજ પણ જોવા મળે છે. તેમાં એક પ્રશ્ન એ છે કે ભગવાનને અર્પણ કરેલા ફૂલોને મંદિરથી ક્યારે દૂર કરવા જોઈએ.

ફૂલો ક્યારે દૂર કરવા જોઈએ?

ઘણાં લોકો પૂજામાં દેવી-દેવતાઓને ફૂલ અર્પિત કરે છે, પરંતુ પછી તેમને ઉતારવાનું ભૂલી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિરમાં ચઢાવેલા ફૂલોને તરત જ દૂર નહીં કરવા જોઈએ, પરંતુ દિવસ પૂરાં થતા પહેલા ઉતારી લેવા જોઈએ. સૂકાઈ ગયેલા ફૂલોને મંદિરમા રાખવું અશુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને ઘરના વાતાવરણમાં તણાવ, કે ગુસ્સો વધી શકે છે.

ફૂલો અર્પણ કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો

જો તમે ઘરના બગીચા અથવા છોડમાંથી ફૂલ તોડી ભગવાનને અર્પણ કરો છો, તો પહેલા સ્નાન કરવું જરૂરી છે. ત્યારબાદ ફૂલોને પાણીથી ધોઈ લો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ધોયેલા ફૂલોને હંમેશા ડાંઠની તરફથી પકડીને જ ભગવાનને અર્પણ કરવા જોઈએ

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now