Weekly Horoscope: 18 મે થી 24 મે વચ્ચેનું અઠવાડિયું જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ચંદ્ર વૃષભ, મિથુન અને કર્ક રાશિમાં ગોચર કરશે, જ્યારે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ રચાશે. બીજી તરફ મંગળ પોતાની સ્વરાશિમાં રહી રુચક રાજયોગ બનાવશે અને ગુરુ-શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ સર્જાશે. આવા શક્તિશાળી ગ્રહયોગોના કારણે કેટલીક રાશિઓને કારકિર્દી, ધન, સંબંધો અને આરોગ્યમાં મોટો લાભ મળી શકે છે. આવો જાણીએ મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ માટે આ અઠવાડિયું કેવું રહેશે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના મજબૂત સંકેતો છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે અને પ્રમોશન અથવા મનગમતું ટ્રાન્સફર મળવાની શક્યતા છે. બેરોજગાર લોકોને નવી નોકરીની તક મળી શકે છે.
અઠવાડિયાના મધ્યમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદથી જૂની સમસ્યાનો ઉકેલ મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે અને લગ્નજીવન સુખદ રહેશે.
ઉપાય: દેવી દુર્ગાની આરાધના કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું લાભદાયી રહેશે. ધીમે ધીમે જીવનની સમસ્યાઓ હલ થતી જણાશે. ભાગીદારીના વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.
અઠવાડિયાના અંતમાં પ્રવાસના યોગ બની શકે છે, જે લાભદાયી સાબિત થશે. પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે અને દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે.
ઉપાય: સ્ફટિક શિવલિંગની પૂજા કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર રહેશે. પ્રગતિની તકો મળશે, પરંતુ ઘરેલું તણાવ અને કામનો બોજ અવરોધ બની શકે છે. ઓફિસમાં વધારાની જવાબદારીઓ મળી શકે છે.
પરિવારના કોઈ સભ્યના આરોગ્યને લઈને ચિંતા રહેશે. વેપારીઓને બજારમાં મંદીનો અનુભવ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં સાવધાની રાખવાની જરૂર છે.
ઉપાય: ભગવાન ગણેશને દુર્વા ચઢાવો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો.

કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આ અઠવાડિયું જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારું રહેશે. પ્રમોશન, પગારમાં વધારો અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે.
વ્યવસાયિકો માટે નફાની સ્થિતિ મજબૂત રહેશે. રાજકારણ અથવા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લોકપ્રિયતા મળશે. પરિવાર અને પ્રેમ સંબંધોમાં સુખદ માહોલ રહેશે.
ઉપાય: ભગવાન શિવની આરાધના સાથે રુદ્રાષ્ટકમનો પાઠ કરો.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સફળતા અને માન-સન્માન લાવનારું રહેશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે. વિદેશ સંબંધિત કામોમાં લાભ મળી શકે છે.
આરોગ્યમાં સુધારો થશે અને જૂની બીમારીઓમાં રાહત મળશે. જીવનસાથી અને ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે.
ઉપાય: દરરોજ સૂર્યને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.

કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર પરિણામો આપશે. વાહન ચલાવતા ખાસ સાવધાની રાખવી જરૂરી છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી જરૂરી રહેશે.
વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે સંવાદ મહત્વપૂર્ણ રહેશે.
ઉપાય: ભગવાન ગણેશની પૂજા સાથે ગણેશ ચાલીસાનો પાઠ કરો.

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે અઠવાડિયાનો પહેલો ભાગ થોડો પડકારજનક રહી શકે છે, પરંતુ બીજા ભાગમાં પરિસ્થિતિ સુધરશે. સ્વાસ્થ્ય અને ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
વ્યવસાયમાં અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે અને લગ્નજીવનમાં સુખ વધશે.
ઉપાય: સ્ફટિક શ્રી યંત્રની પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આ અઠવાડિયું અત્યંત શુભ રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નસીબનો પૂરતો સાથ મળશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે છે.
પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે. સંતાન સંબંધિત ચિંતાઓ દૂર થશે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન મળશે.
ઉપાય: હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ધન રાશિ
ધન રાશિના લોકો માટે આ અઠવાડિયું લાભદાયી રહેશે. લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ મળશે. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે.
પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. લગ્નજીવન ખુશનુમા રહેશે. મુસાફરી દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું.
ઉપાય: કેસરનું તિલક લગાવી શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

મકર રાશિ
મકર રાશિના લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. નોકરીમાં અચાનક ટ્રાન્સફર અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે, તેથી સાવધાની રાખવી જરૂરી છે.
જોખમી રોકાણ ટાળવું જોઈએ. પ્રેમ સંબંધોમાં સમજદારીપૂર્વક આગળ વધવું જરૂરી રહેશે.
ઉપાય: ભગવાન શિવની પૂજા સાથે શિવ મહિમ્ના સ્તોત્રનો પાઠ કરો.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સફળતા અને આર્થિક સુધારો લાવનારું રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વેપારમાં બીજા ભાગથી નફો વધશે.
પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. પ્રેમ જીવનમાં સરપ્રાઇઝ મળી શકે છે. જૂની ગેરસમજો દૂર થશે.
ઉપાય: ભગવાન શિવને બેલપત્ર ચઢાવી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

મીન રાશિ
મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીના કેસોમાં અનુકૂળ પરિણામ મળવાની શક્યતા છે.
પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વાહન અથવા ઘર સંબંધિત ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. ખર્ચ વધવાની સંભાવના હોવાથી બજેટનું ધ્યાન રાખવું.
ઉપાય: ભગવાન વિષ્ણુની આરાધના સાથે નારાયણ કવચનો પાઠ કરો.
ચંદ્રની પોતાની ઉચ્ચમાં એન્ટ્રી!: આ 3 રાશિવાળા પર વરસશે સોનાના સિક્કા! આવશે કરિયર અને કમાણીમાં જબરદસ્ત તેજી!
આ અઠવાડિયું શા માટે ખાસ છે?
આ અઠવાડિયે બનેલા બુધાદિત્ય રાજયોગ, ગજલક્ષ્મી રાજયોગ અને રુચક રાજયોગનો પ્રભાવ અનેક રાશિઓ પર શુભ પરિણામ આપી શકે છે. ખાસ કરીને કારકિર્દી, ધનલાભ, પ્રમોશન, સંબંધો અને માન-સન્માનમાં વૃદ્ધિના યોગ જોવા મળી રહ્યા છે. જ્યોતિષીઓ અનુસાર આ સમય નવા નિર્ણયો અને મહત્વપૂર્ણ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે.





