ઘણા ઘરોમાં મોટા લોકો હંમેશા એક વાત કહેતા હોય છે “સૂતા પહેલાં પગ ધોઈને જ સૂવો.” ઘણા લોકોને આ માત્ર સ્વચ્છતા સાથે જોડાયેલી સામાન્ય સલાહ લાગે છે, પરંતુ હકીકતમાં આ નાની આદત પાછળ ઊંડો વૈજ્ઞાનિક, વાસ્તુ અને ધાર્મિક મહત્ત્વ છુપાયેલો છે. જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર, રાત્રે પગ ધોઈને સૂવાથી માત્ર શરીરને જ નહીં, પરંતુ મન, ઊંઘ અને ભાગ્ય પર પણ સકારાત્મક અસર પડે છે.
1. શનિ ગ્રહ મજબૂત બનાવે છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાત્રે સૂતા પહેલાં પગ ધોવાથી શનિ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે. શનિ ગ્રહ જીવનમાં કર્મ, મહેનત અને પરિણામ સાથે જોડાયેલો છે. જો શનિ નબળો હોય, તો કારકિર્દી, નોકરી અથવા બિઝનેસમાં અવરોધો આવી શકે છે. પરંતુ નિયમિત રીતે આ આદત અપનાવવાથી શનિ સંબંધિત નકારાત્મક અસર ઓછી થાય છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના રસ્તા ખુલતા જાય છે.
2. ઊંઘની ગુણવત્તામાં સુધારો
વાસ્તુ શાસ્ત્ર મુજબ, દિવસભર પગમાં ધૂળ, પસીનો અને ગંદકી એકઠી થાય છે. જો આ ગંદકી સાથે જ સૂઈ જવાય, તો તે ઊંઘમાં અવરોધ પેદા કરે છે. સૂતા પહેલાં પગ ધોવાથી શરીર ઠંડું થાય છે અને નર્વસ સિસ્ટમ શાંત બને છે. પરિણામે ઊંઘ ઝડપથી આવે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. ખાસ કરીને જેમને નિંદ્રા ન આવવાની સમસ્યા હોય, તેમના માટે આ ઉપાય ખૂબ અસરકારક છે.
3. મન અને મગજને મળે શાંતિ
ધાર્મિક ગ્રંથો મુજબ, રાત્રે પગ ધોવાની ક્રિયા માત્ર શારીરિક સ્વચ્છતા નહીં પરંતુ માનસિક શુદ્ધિ સાથે પણ જોડાયેલી છે. ગરુડ પુરાણ અને મનુસ્મૃતિમાં ઉલ્લેખ છે કે સૂતા પહેલાં શરીર શુદ્ધ રાખવું જરૂરી છે. જ્યારે તમે પગ ધોઈને સૂવો છો, ત્યારે મન શાંત થાય છે, ચિંતા ઘટે છે અને દિવસભરનો થાક દૂર થાય છે.
4. નકારાત્મક ઊર્જાથી બચાવ
સ્કંદ પુરાણ અનુસાર, દિવસ દરમિયાન પગમાં એકઠી થતી ગંદકી અને પસીનાના કારણે તામસિક ઊર્જાનો સંચાર વધે છે. જો આ ઊર્જા સાથે તમે સૂઈ જશો, તો તે નકારાત્મક વિચાર, ખરાબ સપના અને માનસિક અશાંતિનું કારણ બની શકે છે. પરંતુ સૂતા પહેલાં પગ ધોવાથી આ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.
5. સંબંધો અને ભાગ્યમાં સુધારો
ધર્મશાસ્ત્રમાં રાત્રે પગ ધોવાની ક્રિયાને “રાત્રિ શુદ્ધિ” તરીકે ઓળખવામાં આવે છે. આ આદત અપનાવવાથી માત્ર સ્વાસ્થ્યમાં સુધારો જ નહીં, પરંતુ જીવનમાં સુખ-સમૃદ્ધિ, દાંપત્ય સુખ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે એવી માન્યતા છે. નિયમિત રીતે આ પ્રથા અપનાવવાથી વ્યક્તિના ભાગ્યમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે છે.
વાસ્તુ અને વિજ્ઞાન બંને શું કહે છે?
આજના સમયમાં ઘણા લોકો આ પ્રકારની પરંપરાગત આદતોને માત્ર ધાર્મિક માન્યતા માને છે, પરંતુ તેમાં વૈજ્ઞાનિક કારણો પણ છે.
પગ ધોવાથી શરીરનું તાપમાન સંતુલિત થાય છે
નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે
બ્લડ સર્ક્યુલેશન સુધરે છે
તણાવમાં ઘટાડો થાય છે
આ બધા પરિબળો મળીને ઊંઘને વધુ આરામદાયક બનાવે છે.





