Home Religion Wallet Vastu Tips Money Luck Gujarati

પૈસા ટકતા નથી? : આજે જ પર્સમાં રાખો આ શુભ વસ્તુઓ, ખુલી જશે ધન અને સમૃદ્ધિના દ્વાર!

Purse Vastu
Image Credit: AI
Published by: Suman Dabhi
Last Updated: May 13, 2026, 06:38 AM IST

Purse Vastu: વાસ્તુ અને જ્યોતિષ અનુસાર, પર્સ ફક્ત પૈસા રાખવાનું સાધન નથી, પરંતુ તમારી નાણાકીય ઉર્જાનું પ્રતીક છે. જો તમે સખત મહેનત કરો છો છતાં પણ પૈસા ટકતા નથી અથવા આર્થિક તંગી અનુભવો છો, તો તમારા પર્સમાં કેટલીક ખાસ શુભ વસ્તુઓ રાખીને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો. આ સરળ ઉપાયો નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિ આકર્ષવામાં મદદરૂપ બની શકે છે.

પીપળાનું પાન -સંપત્તિનું આમંત્રણ

ભગવાન વિષ્ણુ પીપળાના ઝાડમાં વાસ કરે છે એવી ધાર્મિક માન્યતા છે. તેથી, પર્સમાં એક તાજું અને સ્વચ્છ પીપળાનું પાન રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે.

કેવી રીતે રાખવું?

પાનને ગંગાજળથી શુદ્ધ કરો, તેના પર કેસર અથવા ચંદનથી "શ્રીમ્" લખો, સુકવીને પર્સમાં સુરક્ષિત રીતે મૂકો. આ ઉપાય ધન આકર્ષે છે અને આર્થિક સ્થિરતા વધારે છે.

કોડીઓ - લક્ષ્મીની કૃપા

સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલી સફેદ અથવા પીળી કોડીઓ ઓ દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે. વાસ્તુ અનુસાર, પર્સમાં કોડી રાખવાથી નાણાકીય અવરોધો દૂર થાય છે અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ મળે છે.

વિકલ્પ: જો કોડી ન મળે તો લક્ષ્મી-ગણેશની આકૃતિવાળા ચાંદીના સિક્કા પણ સમાન લાભ આપે છે.

આ પણ વાંચો: ઘરમાં ભૂલથી પણ ન લગાવો આ 5 અશુભ છોડ! : નહીં તો અટકી જશે પ્રગતિ અને સમૃદ્ધિ! જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

અક્ષત અને ગોમતી ચક્ર - ધન વૃદ્ધિનું પ્રતીક

અક્ષત (ચોખા): 21 અખંડ ચોખાના દાણા લાલ કપડા કે લાલ કાગળમાં વીંટીને પર્સમાં રાખો. આ સંપત્તિના સંચયમાં વૃદ્ધિ કરે છે.

ગોમતી ચક્ર: દેવાથી મુક્તિ અને ધનવૃદ્ધિ માટે શુભ છે. તેની સાથે નાનું ઓમ, સ્વસ્તિક કે ગુરુનું ચિત્ર પણ રાખી શકાય.

પર્સને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો

ફાટેલી નોટો, જૂના બિલ, નકામા કાગળો અને લોનની સ્લિપ પર્સમાં ન રાખો. આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા વધારે છે અને નાણાકીય અવ્યવસ્થા આકર્ષે છે. હંમેશા સ્વચ્છ, વ્યવસ્થિત અને સુગંધિત પર્સ જાળવો.

આ ઉપાયો શ્રદ્ધા અને સકારાત્મક વિચારસરણી સાથે કરવાથી વધુ અસરકારક સાબિત થાય છે. વાસ્તુ અને જ્યોતિષના આ સરળ ટિપ્સ તમારા જીવનમાં ધન-સમૃદ્ધિ અને આર્થિક સુખનો પ્રવાહ વધારી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now