બોલીવુડના પીઢ હાસ્ય કલાકાર અસરાનીએ ૮૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અસરાની છેલ્લા કેટલાક સમયથી ફેફસાં સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેઓ છેલ્લા પાંચ દિવસથી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

દિવાળીના દિવસે સાંજે ચાર વાગ્યાના અરસામાં હોસ્પિટલ બિછાને અસરાનીએ અંતિમ શ્વાસ લીધા,અસરાની નું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું પરંતુ તેઓ અસરાની તરીકે ઓળખાય તેઓની અનેક ફિલ્મોએ લોકોને હસાવ્યા અને ."અંગ્રેજો કે જ઼માને કે હમ જેલર હે" ડાયલોગે તેઓને એક અનોખી ઓળખ આપી.અંદાજે 400 ફિલ્મોમાં અભિનય આપી ચૂકેલ અસરાનીને બાળપણ થીજ ફિલ્મોનો શોખ હતો .
84 વર્ષની વયે અસરાનીનું નિધન થતા જૂની નવી પેઢીના તેઓના લાખો ચાહકો દુઃખી થયા છે .




















