Home Religion Vastu Tips To Detect And Remove Negative Energy

તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહીં? : આ રીતથી મિનિટોમાં જાણો તેને દૂર કરવાના રામબાણ ઉપાયો

તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહીં?
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 05:00 PM IST

આપણી આસપાસનું વાતાવરણ આપણા જીવન અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો પ્રગતિ અને સુખ-શાંતિ જળવાઈ રહે છે, પરંતુ જો નકારાત્મક ઉર્જા (Negative Energy) પગપેસારો કરે તો બનતા કામ બગડવા લાગે છે. ઘણીવાર કારણ વગરના ઝઘડા, આર્થિક તંગી અને માનસિક તણાવ પાછળ ઘરમાં રહેલી અદ્રશ્ય નકારાત્મક શક્તિ જવાબદાર હોય છે. શું તમે જાણો છો કે તમારા ઘરમાં આવી નેગેટિવ એનર્જી છે કે નહીં તે જાણવા માટે વાસ્તુમાં એક ખૂબ જ સચોટ પદ્ધતિ જણાવવામાં આવી છે? ચાલો જાણીએ આ ટેસ્ટ કરવાની રીત અને ઘરને પવિત્ર બનાવવાના ખાસ ઉપાયો.

ઘરમાં નકારાત્મક ઉર્જાની પરખ કેવી રીતે કરવી?

નેગેટિવ એનર્જી ચેક કરવા માટે એક કાચનો ગ્લાસ લો અને તેને પાણીથી ભરી દો. તેમાં થોડું ગંગાજળ ઉમેરો અને ગુલાબની પાંખડીઓ નાખો. હવે આ ગ્લાસને ઘરના કોઈ એવા ખૂણામાં મૂકી દો જ્યાં કોઈની નજર ન પડે. તેને સતત 24 કલાક સુધી ત્યાં જ રહેવા દો. બીજા દિવસે પાણીનો રંગ તપાસો. જો પાણીનો રંગ બદલાઈ ગયો હોય કે ગંદો દેખાતો હોય, તો સમજી લેવું કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે. જો રંગ ન બદલાયો હોય, તો તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ છે.

નેગેટિવ એનર્જી દૂર કરવાના અચૂક વાસ્તુ ઉપાયો

  • મુખ્ય દ્વારની સ્વચ્છતા: ઘરનો મેઈન ગેટ એ ઉર્જાના પ્રવેશનું કેન્દ્ર છે. જો મુખ્ય દ્વાર પાસે ગંદકી હશે, તો નકારાત્મકતા ઘરમાં પ્રવેશશે. તેથી દરરોજ મુખ્ય દ્વાર સાફ રાખો અને ત્યાં સ્વસ્તિક અથવા ઓમનું ચિહ્ન લગાવો.

  • મીઠાવાળા પાણીનું પોતું: નકારાત્મકતા દૂર કરવા માટે નિયમિતપણે પોતું કરવાના પાણીમાં થોડું સિંધવ મીઠું ઉમેરવું જોઈએ. મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે.

  • લીંબુનો પ્રયોગ: પાણીમાં લીંબુનો રસ ભેળવીને ઘરની બારીઓ અને દરવાજાના હેન્ડલ સાફ કરવાથી પણ નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે.

  • રસોડામાં મીઠાની પોટલી: રસોડામાં સવા કિલો આખું મીઠું લાલ કપડામાં બાંધીને કોઈ છુપાયેલી જગ્યાએ રાખી દો. આ ઉપાયથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે.

  • સકારાત્મક છોડ: ઘરમાં તુલસી, એલોવેરા અથવા મની પ્લાન્ટ જેવા છોડ લગાવો. આ છોડ માત્ર હવા શુદ્ધ નથી કરતા પણ ઘરમાં પોઝિટિવિટી આકર્ષે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now