logo-img
Vastu Tips Home Prosperity

સાવધાન: ઘરની સજાવટમાં કરેલી આ ભૂલો રોકી શકે છે તમારી પ્રગતિ : જાણો કઈ વસ્તુઓ માનવામાં આવે છે અશુભ

સાવધાન: ઘરની સજાવટમાં કરેલી આ ભૂલો રોકી શકે છે તમારી પ્રગતિ
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 04:30 PM IST

ઘર એ માત્ર ઈંટ પથ્થરનું બનેલું માળખું નથી પરંતુ તે આપણી ઉર્જાનું કેન્દ્ર છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખવામાં આવેલી પ્રત્યેક નાની મોટી વસ્તુ વ્યક્તિના જીવન અને તેની સફળતા પર સીધી અસર કરે છે. ઘણીવાર આપણે અજાણતા એવી ચીજોથી ઘર સજાવીએ છીએ જે દેખાવમાં આકર્ષક હોય છે પરંતુ તે પ્રગતિના માર્ગમાં અવરોધ ઊભો કરી શકે છે. જો તમે પણ જીવનમાં આર્થિક કે માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ તો તમારા ઘરની આંતરિક સજાવટ પર નજર દોડાવવી જરૂરી છે.

વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરમાં ક્યારેય તૂટેલા કાચ કે ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ. ખાસ કરીને દેવી દેવતાઓની ખંડિત પ્રતિમાઓ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે અને દુર્ભાગ્યમાં વધારો થાય છે. આવી વસ્તુઓ નકારાત્મકતા ફેલાવે છે જેની અસર પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા પર પડે છે.

ઘરની દીવાલો પર ક્યારેય હિંસક પશુઓ જેવા કે વાઘ, સિંહ કે વરુના ચિત્રો ન લગાવવા જોઈએ. આ પ્રકારના ફોટા કે શોપીસ ઘરમાં ભય અને ક્રોધનું વાતાવરણ ઊભું કરે છે જે માનસિક શાંતિને હણે છે. તેવી જ રીતે સાપ જેવા સરીસૃપ પ્રાણીઓની તસવીરો પણ બેડરૂમમાં લગાવવાથી બચવું જોઈએ. પક્ષીઓની વાત કરીએ તો એકલા પક્ષીનું ચિત્ર લગાવવાને બદલે હંમેશા જોડીમાં હોય તેવા પક્ષીઓના ફોટા પસંદ કરવા જોઈએ. એકલા પક્ષીની તસવીર ઘરમાં વિખવાદ અને એકલતા લાવે છે જેની માઠી અસર દંપતીના સંબંધો પર પડી શકે છે.

વિશ્વની અજાયબી ગણાતો તાજમહેલ ભલે સુંદર સ્મારક હોય પરંતુ વાસ્તુ મુજબ તેને ઘરમાં રાખવો અશુભ ગણાય છે. તાજમહેલ મૂળભૂત રીતે એક મકબરો એટલે કે કબર છે જે મૃત્યુ અને વિયોગનું પ્રતિક છે. આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી ઉર્જા સ્થગિત થઈ જાય છે અને વિકાસના દ્વાર બંધ થઈ શકે છે. આ સિવાય કાંટાવાળા છોડ જેમ કે કેક્ટસ પણ ઘરમાં ન રાખવા જોઈએ. ગુલાબ સિવાયના કાંટાવાળા છોડ જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધોના સંકેત આપે છે.

પરિવારમાં સુમેળ જાળવવા માટે મહાભારત કે રામાયણના યુદ્ધના દ્રશ્યો દર્શાવતા પોસ્ટર લગાવવાનું ટાળવું જોઈએ. અપૂર્ણતા દર્શાવતી તસવીરો જેવી કે પાનખરના વૃક્ષો, ફળ કે ફૂલ વગરના છોડ અથવા યુદ્ધ અને ઉદાસીની પેઈન્ટિંગ્સ માનસિક તણાવમાં વધારો કરે છે. આવી નકારાત્મક કળાકૃતિઓ ઘરના સભ્યો વચ્ચે અણબનાવ પેદા કરે છે. જો તમે જીવનમાં સતત સફળતા મેળવવા માંગતા હોવ તો હંમેશા મનને પ્રફુલ્લિત રાખે તેવી અને સકારાત્મકતા ફેલાવે તેવી સજાવટનો આગ્રહ રાખવો જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now