Home Religion Vastu Tips For Home Entrance Main Door Remedies Happiness

ઘરની સુખ-શાંતિ છીનવાઈ ગઈ છે? : ઉંબરા સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાયો તમામ ખુશીઓ પાછી લાવશે

ઘરની સુખ-શાંતિ છીનવાઈ ગઈ છે?
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 03:30 PM IST

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર અથવા ઉંબરાને (દહલીજ) અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ઘરની અંદર ઉર્જાનો પ્રવેશ આ સ્થાનથી જ થાય છે. આથી જ ધર્મશાસ્ત્રોમાં પણ ઉંબરાને હંમેશા સાફ-સુથરો રાખવાની સલાહ આપવામાં આવે છે. જો ઘરના ઉંબરા પર નકારાત્મકતા વધે તો પરિવારમાં કારણ વગરના ક્લેશ, આર્થિક તંગી અને બીમારીઓ ઘર કરી જાય છે. જો તમારા ઘરમાંથી પણ શાંતિ ગાયબ થઈ ગઈ હોય, તો વાસ્તુના આ સરળ ઉપાયો તમારી મદદે આવી શકે છે.

સૌથી પહેલા કરો આ પાયાનું કામ

વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આપણે ઘરની અંદરની સજાવટ પર જેટલું ધ્યાન આપીએ છીએ, તેટલું જ ધ્યાન મુખ્ય દ્વાર પર આપવું જોઈએ.

  • સફાઈ: મુખ્ય પ્રવેશદ્વારને દરરોજ સાફ કરો.

  • રિપેરિંગ: જો મુખ્ય દરવાજો તૂટેલો હોય, લાકડામાં તિરાડ હોય કે લોખંડના ગેટમાં કાટ લાગ્યો હોય તો તેને તુરંત ઠીક કરાવો.

  • પગરખાં: પ્રવેશદ્વાર પાસે જૂતા-ચપ્પલના ઢગલા ન રાખવા જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા વધારે છે.

મુખ્ય દ્વાર માટેના અસરકારક વાસ્તુ ઉપાયો

1. તોરણ અને શુભ ચિહ્નો મુખ્ય દ્વારને ક્યારેય સાવ ખાલી ન રાખવો જોઈએ. ઉંબરા પર સજાવટ માટે આસોપાલવ કે આંબાના પાનનું તોરણ લગાવો. આ સિવાય દરવાજા પર સ્વાસ્તિક અથવા શુભ-લાભ જેવા ચિહ્નો અંકિત કરવાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

2. મીઠાની પોટલીનો અકસીર ઉપાય વાસ્તુ દોષ દૂર કરવા માટે એક લાલ કપડું લો અને તેમાં એક ચમચી મીઠું ભરીને પોટલી બનાવો. આ પોટલીને મુખ્ય દ્વારની ઉપર એવી રીતે લટકાવો કે તે આવતા-જતા દેખાય અથવા છુપાયેલી રહે. મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે. દર 15-20 દિવસે આ પોટલીનું મીઠું બદલી નાખવું અને જૂનું મીઠું પાણીમાં પધરાવી દેવું.

3. જળ કળશ અને દીવો નકારાત્મકતા દૂર કરવા માટે દરરોજ સવારે મુખ્ય દ્વારની જમણી બાજુએ એક કળશમાં શુદ્ધ જળ ભરીને તેની ઉપર આંબાના પાન અને ફૂલ રાખો. સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો એકાદશી, પૂનમ કે શુક્રવાર જેવી ખાસ તિથિઓએ આ ઉપાય અવશ્ય કરવો. આનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now