Home Religion Vastu Tips For Couple Bedroom Happy Married Life

પતિ-પત્ની વચ્ચે વારંવાર થાય છે ઝઘડા? : બેડરૂમમાં કરો આ ફેરફાર, સંબંધોમાં વધશે મધુરતા

પતિ-પત્ની વચ્ચે વારંવાર થાય છે ઝઘડા?
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 04:00 PM IST

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણીવાર પતિ-પત્ની વચ્ચે કારણ વગરના ઝઘડા કે મનદુઃખ થતા હોય છે જેની પાછળ વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે. માન્યતા છે કે જો કપલ્સનો બેડરૂમ વાસ્તુ મુજબ ન હોય તો તેની નકારાત્મક અસર જીવન પર પડે છે અને વાતાવરણ તણાવપૂર્ણ બની જાય છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુના આ સરળ ઉપાયો તમારા લગ્નજીવનમાં મધુરતા લાવી શકે છે.

બેડરૂમ માટે વાસ્તુના ખાસ નિયમો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવપરિણીત યુગલનો બેડ ક્યારેય પણ લોખંડ, આંબાના લાકડા કે તેંદુના લાકડામાંથી બનેલો ન હોવો જોઈએ. આવા બેડના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય જેમના નવા લગ્ન થયા હોય તેમણે ક્યારેય પણ વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ ખૂણાવાળો રૂમ ન રાખવો જોઈએ, કારણ કે તેની વિપરીત અસર સંબંધો પર પડી શકે છે.

બેડરૂમમાં ક્યારેય પણ પૂજા ઘર અથવા મંદિર ન રાખવું જોઈએ અને જો મજબૂરીમાં મંદિર રૂમમાં રાખવું પડે તો તેની આગળ પડદો અવશ્ય રાખવો. આ ઉપરાંત બેડરૂમમાં એઠાં વાસણો કે સાવરણી રાખવાથી નકારાત્મકતા વધે છે. રૂમમાં યુદ્ધની, ડરામણી કે નકારાત્મક તસવીરો લગાવવાથી બચવું જોઈએ, કારણ કે તેની સીધી અસર માનસિક શાંતિ પર પડે છે. પતિ-પત્નીનો બેડ ક્યારેય પણ ડાબી કે જમણી દીવાલ સાથે અડીને ન હોવો જોઈએ અને રૂમમાં લાલ બલ્બ કે અરીસો રાખવાનું પણ ટાળવું જોઈએ.

સુખી દાંપત્ય જીવન માટે અજમાવો આ ટિપ્સ

  • પાણીનો લોટો: વૈવાહિક જીવનમાં ખુશહાલી માટે રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં પાણી ભરી તેને ઢાંકીને ઈશાન ખૂણામાં રાખવું. બેડના પૂર્વ ઉત્તર ખૂણામાં આ વાસણ રાખીને સૂવું અત્યંત શુભ માનવામાં આવે છે.

  • તસવીર: બેડરૂમમાં હંમેશા એવી તસવીર લગાવવી જેમાં પતિ-પત્ની સાથે ખુશ જોવા મળતા હોય. આનાથી પરસ્પર પ્રેમમાં વધારો થાય છે.

  • સ્ફટિક બોલ: જો તણાવ વધુ રહેતો હોય તો બેડરૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્ફટિકની બોલ રાખવી જોઈએ.

  • ફિંગશુઈ ઘંટડી: વાસ્તુ મુજબ બેડરૂમની ઉત્તર પશ્ચિમ દિશામાં બારી હોવી જરૂરી છે, જો બારી ન હોય તો તે ખૂણામાં ફિંગશુઈની ઘંટડીઓ લટકાવી શકાય છે.

  • લાલ ફૂલો: લાલ રંગને પ્રેમ અને ઉત્સાહનું પ્રતીક માનવામાં આવે છે. રૂમમાં લાલ રંગના ફૂલ રાખવાથી પતિ-પત્ની વચ્ચે આકર્ષણ અને પ્રેમ જળવાઈ રહે છે.

  • મોર પંખ: બેડરૂમમાં મોર પંખ એવી રીતે લગાવો કે રૂમમાં પ્રવેશતી વખતે અને સૂતી વખતે તે નજર સામે રહે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now