Home Gujarat Vadodara Vadodara Vmc Action Plan Ajwa Lake Narmada Canal Water Supply

આજવાની સપાટી 206 ફૂટે પહોંચતા પાલિકાનો મોટો નિર્ણય : નર્મદા નિગમ પાસેથી 1 મહિના માટે વધારાનું પાણી લેવાશે

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Jun 09, 2026, 02:35 PM IST

Vadodara News: વડોદરા શહેરના પૂર્વ (ઇસ્ટ) અને દક્ષિણ (સાઉથ) વિસ્તારમાં ઉનાળાના અંત ભાગમાં ઊભા થયેલા પીવાના પાણીના સંકટને પહોંચી વળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ મોટો વહીવટી નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે વરસાદ લંબાય તેવી શક્યતાઓને જોતાં નાગરિકોને પાણીની તકલીફ ન પડે તે માટે પાલિકા કમિશનરે નર્મદા કેનાલમાંથી રોજના 30 MLD (મિલિયન લીટર પર ડે) પાણી આજવા સરોવરમાં લેવાનું આયોજન કર્યું છે. હાલમાં આજવા સરોવરની સપાટી ઘટીને ૨૦૬ ફૂટ પર પહોંચી ગઈ છે, જેને પગલે આ કટોકટીભર્યો નિર્ણય લેવો પડ્યો છે.

સાવલી નજીક દુર્લભ ‘વનયાર’ નો વાહનની ટક્કરથી અકસ્માત : ગંભીર હાલતમાં વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રીવ્યુ બેઠક યોજાઈ

શહેરમાં પાણીની સમસ્યા અંગે મંગળવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ કમિશનરે જણાવ્યું હતું કે, ઇસ્ટ ઝોનના બે વોર્ડ અને નોર્થ ઝોનના એક વોર્ડમાં હાલ પાણીની મુખ્ય સમસ્યા છે. ખાસ કરીને લો-પ્રેશર (ઓછા દબાણથી પાણી આવવું) અને પાણીમાં કન્ટામીનેશન (દૂષિત પાણી) ની ફરિયાદો ઉઠી છે, જેના કાયમી ઉકેલ માટે ઇજનેરોને કડક સૂચના આપવામાં આવી છે.

SSNL સાથે સંપર્ક કરી ૧ મહિના માટે વધારાનું પાણી અપાશે

કમિશનરે વધુમાં ઉમેર્યું કે, વરસાદ મોડો હોવાથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL) ના સત્તાધીશો સાથે સીધી વાતચીત કરવામાં આવી છે અને આગામી એક મહિના માટે વધારાનું એક્સેસ પાણી મેળવવામાં આવશે. કેટલીક સોસાયટીઓમાં પાલિકાના સંપ હોવા છતાં કૃત્રિમ અછત ઊભી થઈ રહી છે, જેની પાછળ બિનજરૂરી ટેન્કરો મંગાવવાનું મોટું કારણ હોવાનું બહાર આવ્યું છે. આવા તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ વિવાદમાં : પાલિકાના પ્લોટ પર દબાણ મામલે ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરનું મોટું નિવેદન

ગેરકાયદે કનેક્શન અને મોટર મૂકી પાણી ચોરી કરનારાઓ સામે લાલ આંખ

શહેરમાં પાણીના વિતરણ દરમિયાન થતી ચોરી રોકવા માટે કોર્પોરેશન હવે કડક મૂડમાં છે. લાઈનમાંથી સીધા ગેરકાયદે કનેક્શનો લેનારા અને લાઈન પર ગેરકાયદે ડાયરેક્ટ મોટર મૂકીને આજુબાજુના રહીશોનું પાણી ખેંચી લેતા નાગરિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડને આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.

૧૫ જૂન પહેલા ડ્રેનેજ અને પેચવર્કનું કામ પૂર્ણ કરવા અલ્ટીમેટમ

પાણીના પ્રશ્નની સાથે સાથે કમિશનરે ચોમાસા પૂર્વેની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. શહેરમાં ચાલી રહેલા તમામ ડ્રેનેજના કામો આગામી ૧૫ જૂન પહેલાં કોઈપણ ભોગે પૂર્ણ કરવા તેમજ પ્રી-મોન્સૂન રોડ પેચવર્ક (ખાડા પૂરવાની કામગીરી) ચોમાસાના પ્રથમ વરસાદ પહેલા આટોપી લેવા એજન્સીઓ અને અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ કામગીરી અંગે ટૂંક સમયમાં જ ફરી પુનઃ રિવ્યૂ બેઠક યોજાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now