રામનવમીના ત્યોહારના સેલિબ્રેશનના પ્રયુક્ત વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ સિક્યુરિટી એરેન્જમેન્ટ્સ (Detailed Security Arrangements) કરવામાં આવ્યું છે.
વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં આયોજન થનાર રામનવમીના કાર્યક્રમો માટે સ્થાનિક પોલીસ સાથે મળીને બહારના SRFP, હોમગાર્ડ, TRB સંયુક્તપણે એક વ્યુહાત્મક રીતે બંદોબસ્તની ગોઠવણી કરી છે.
CP, DCP, ACP, સહિત 2000 પોલીસકર્મીઓ રાખશે શહેર પર ચાંપતી નજર
રામનવમી નિમિત્તે થનાર પોલીસ બંદોબસ્તમાં 2 જોઈન્ટ CP/એડિશનલ CP, 6 DCP, 11 ACP, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140 થી વધારે સબ-ઇન્સ્પેક્ટરો અને 2000 થી વધારે પોલીસ કર્મચારીઓ, શહેરમાં કાયમી ધોરણે તેનાત 3 કંપની SRP ઉપરાંત અન્ય 3 કંપની SRP અધિકારીઓ જોડાશે.
સાથે-સાથે મોબિલિટીના સાધનો, સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ્સ અને ટૂલકિટ્સ તથા ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર બંદોબસ્ત એટલે કે મેન, મશીન અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે.
હેલ્થથી લઈ ફાયર સુધી તમામ ડીપાર્ટમેન્ટ સાથે સંકલન
સમગ્ર શહેરમાં આયોજન થનાર શોભાયાત્રાઓ અને ભંડારાના આયોજકો સાથે બેઠકો કરવામાં આવી છે. સ્થાનિક ધાર્મિક અને કોમ્યુનિટી લીડર્સ સાથે પણ સંકલન સાધીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજ કંપની, હેલ્થ ડિપાર્ટમેન્ટ, ઇમરજન્સી સર્વિસ પ્રોવાઈડર્સ અને ફાયર સર્વિસીસ સાથે પણ યોગ્ય સંકલન સધવામાં આવું છે. ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન (Inter-agency coordination) કરીને બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસની તમામ તૈયારીઓ થઈ આવી છે.
વડોદરા પોલીસે જણાવ્યું હતું કે, રામનવમી સંબંધિત શોભાયાત્રા અને ભંડારાના કાર્યક્રમો એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ આયોજનો થઈ ચૂક્યા છે.
નાગરિકોને અપીલ
વડોદરા પોલીસે મીડિયાના માધ્યમે નાગરિકોને અપીલ કરી છે કે, કેટલાક વિસ્તારોમાં આપણા જાહેરનામા છે, તેનું ચુસ્તપણે પાલન કરો. બિનજરૂરી કોઈ રૂટ ઉપર નીકળવાનું ટાળો. જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં નીકળવાનું થાય, ત્યારે સ્થાનિક પોલીસ સાથે સંકલન કરો. ભક્તજનો જ્યારે રોડ ઉપર નીકળે ત્યારે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગોની સુરક્ષાને ધ્યાને રાખો. પોતાની કિંમતી વસ્તુઓ સાથે લાવવાનું ટાળો.
આ એક પારંપરિક કાર્યક્રમ દ્વારા કોમી એકતા (communal harmony) અને એકતાનો સંદેશ જાય તે રીતે મંદિરોમાં પૂજા, આરતી અને ધાર્મિક સેલિબ્રેશન સાથે શોભાયાત્રામાં જ્યારે તમે જોડાવ, ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે રિસ્પોન્સીબલ કન્ડક્ટ (responsible conduct) દાખવો. વડોદરા શહેર પોલીસના દરેક અધિકારી અને કર્મચારી સાથે સંકલન કરો જેથી કરીને રામનવમીનો કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.
સોશિયલ મીડિયા પર પેટ્રોલિંગ
મેજર સિટીના કેટલાક એન્ટી-સોશિયલ એલિમેન્ટ્સને, ક્રિમિનલ્સને, ડિસરપ્ટિવ એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટીફાઈ કરી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પેટ્રોલના માધ્યમથી કોઈપણ રૂમર મોન્ગર્સ આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કોઈ ઇન્સ્ટિગેટ ના કરી શકે તે માટે પણ આપણે ખાસ ધ્યાન રાખ્યું છે.
કંટીનજન્સી પ્રિપેરેશન તરીકે ‘વરુણ’, ‘વજ્ર’ અને બોડી પ્રોટેક્ટર સાથેના તમામ પોલીસ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ આપણે સંકલનમાં રહીને કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે શહેર પોલીસ ખડેપગે ઉભી રહેશે અને કોઈપણ પ્રકારની ડિસરપ્શન કે અવરોધ ઉભા કરવા માટે પ્રયાસ કરનારા તત્વોના ગતિવિધિ ઉપર આપણી સતત નજર છે. આવા તત્વોને આઈડેન્ટીફાઈ કરી, આઈસોલેટ કરીને અપ્રોપ્રિએટ એક્શન લેવા માટે શહેર પોલીસ તૈયાર છે.





