Vastu tips: વૃદ્ધો અને અનુભવી લોકો ઘણીવાર કહે છે કે મીઠું, મરચું, છરી કે રૂમાલ સીધા હાથમાં આપવું કે લેવું ન જોઈએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું કારણ શું છે? જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ માન્યતાઓ અનુસાર, અમુક વસ્તુઓ સીધી હાથમાં આપવાથી નકારાત્મક ઉર્જા વધે છે, સંબંધોમાં ખટાશ આવે છે અને ઘરમાં આર્થિક તકલીફો તેમજ દેવાનો બોજ વધી શકે છે. આવી 5 મહત્વની વસ્તુઓ છે જે ક્યારેય સીધી હાથમાં આપવી કે લેવી ન જોઈએ.
1. મીઠું (Salt)
મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તે નકારાત્મક ઉર્જા શોષવાની અસાધારણ ક્ષમતા ધરાવે છે. તેથી જ મીઠાના પાણીથી ઘર ધોવાથી રાહુ-કેતુ દોષ દૂર થાય છે.
સાવધાની: મીઠું ક્યારેય સીધા હાથમાં આપવું કે લેવું નહીં. તેને ટેબલ પર કે કન્ટેનરમાં મૂકી દો, જેથી વ્યક્તિ પોતે ઉપાડી શકે. આમ કરવાથી ઝઘડા અને સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા ઓછી થાય છે.
2. મરચું (Chilli)
મરચું તીખાશ અને ઉગ્રતાનું પ્રતીક છે. તેને સીધા હાથમાં આપવાથી વ્યક્તિ વચ્ચે નાની-નાની વાતો પર ઝઘડા થવાની અને સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના વધી જાય છે.
સલાહ: મરચું પણ ડિશ કે પેકેટમાં મૂકીને આપો, સીધા હાથમાં નહીં.
3. રૂમાલ (Handkerchief)
ઘણી સ્ત્રીઓ svપોતાના પતિને કામે જતી વખતે રૂમાલ સીધો આપે છે. વાસ્તુ અને જ્યોતિષ અનુસાર આ ખોટી પ્રથા છે.
તેનાથી આર્થિક નુકસાન, ઘરમાં તકલીફ અને કેટલાક કિસ્સાઓમાં સંબંધોમાં વિખવાદ સુધ્ધા થઈ શકે છે.
સુધારો: રૂમાલને ટેબલ, ખુરશી કે બેગ પર મૂકી દો, જેથી વ્યક્તિ પોતે લઈ શકે.
4. કાતર, છરી અને સોય (Scissors, Knife & Needle)
કોઈપણ તીક્ષ્ણ વસ્તુ જેમ કે છરી, કાતર કે સોય ક્યારેય સીધી હાથમાં આપવી ન જોઈએ.
આ વસ્તુઓ “કાપવા” માટે વપરાય છે, તેથી તેને આપવાથી સંબંધોમાં ભંગાણ, ઝઘડા અને વિખવાદ વધી શકે છે.સાવધાની: આવી વસ્તુઓને ટેબલ પર અથવા કપડામાં વીંટાળીને મૂકો.
આ પણ વાંચો: આ દિશામાં મૂકો માટીની વસ્તુઓ : સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે ઘર! જાણો આ ખાસ વાસ્તુ રહસ્ય
5. લોખંડની વસ્તુઓ (Iron Items)
જ્યોતિષ શાસ્ત્રમાં લોખંડને શનિ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. લોખંડની કોઈપણ વસ્તુ (સાધન, વાસણ વગેરે) સીધી હાથમાં આપવી કે લેવી ન જોઈએ.
આમ કરવાથી શનિની અસર વધે છે અને આર્થિક મુશ્કેલીઓ, દેવું તેમજ અન્ય તકલીફો આવી શકે છે.
સલાહ: લોખંડની વસ્તુ પણ કોઈ જગ્યાએ મૂકીને આપો જેથી વ્યક્તિ પોતે ઉપાડે.
મહત્વની સલાહ:
આ તમામ વસ્તુઓને સીધી હાથમાં આપવાને બદલે ટેબલ, પ્લેટ, કન્ટેનર કે કોઈ વસ્તુ પર મૂકીને આપવી. આ સરળ વાસ્તુ નિયમ અનુસરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.આ માન્યતાઓ જ્યોતિષ અને વાસ્તુ પર આધારિત છે. તમે તેને અનુસરવાનું પસંદ કરો અથવા ન કરો, પરંતુ આવી નાની-નાની બાબતો ઘણીવાર ઘરના વાતાવરણને સુધારવામાં મદદ કરે છે.





