Home Automobile Used Car Buying Tips Gujarati

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલાં આ ભૂલ ન કરશો : પહેલા આ 5 બાબતો જરૂર તપાસો

used car tips, second hand car buying guide
Published by: Vishal Dave
Last Updated: May 16, 2026, 04:30 PM IST

ભારતમાં યુઝ્ડ કાર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. નવી કારોની કિંમતો સતત વધતી હોવાથી હવે ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર તરફ વળી રહ્યા છે. આજકાલ Spinny, Cars24 અને Maruti Suzuki True Value જેવા પ્લેટફોર્મ દ્વારા હજારો લોકો દર મહિને જૂની કાર ખરીદી રહ્યા છે. પરંતુ યોગ્ય તપાસ વગર ખરીદેલી કાર પછી મોટી મુશ્કેલી બની શકે છે. ઘણીવાર ઓડોમિટર સાથે છેડછાડ, અકસ્માતગ્રસ્ત કાર અથવા ખરાબ એન્જિન જેવી સમસ્યાઓ પછી સામે આવે છે. તેથી જૂની કાર ખરીદતા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી બની જાય છે.

ભારતમાં ઝડપથી વધી રહ્યું છે Used Car માર્કેટ

ભારતમાં હાલ યુઝ્ડ કાર માર્કેટનો આકાર અંદાજે 35 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. માનવામાં આવે છે કે આગામી થોડા વર્ષોમાં આ માર્કેટ વધુ ઝડપથી વધશે. લોકો હવે ઓછી કિંમતમાં સારી કાર મેળવવા માટે પ્રી-ઓન્ડ કાર પસંદ કરી રહ્યા છે. સાથે જ આજકાલ ઘણા ઓર્ગેનાઇઝ્ડ પ્લેટફોર્મ કારની ઇન્સ્પેક્શન, સર્વિસ અને ડોક્યુમેન્ટ ચેકિંગ જેવી સુવિધાઓ પણ આપે છે. છતાં પણ ખરીદદાર તરીકે કેટલીક બાબતો જાતે ચેક કરવી ખૂબ જરૂરી છે.

સર્વિસ હિસ્ટ્રી જરૂર તપાસો

જૂની કાર ખરીદતા પહેલાં તેની સર્વિસ હિસ્ટ્રી સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. કાર કેટલા સમયાંતરે સર્વિસ થઈ છે અને ક્યાં સર્વિસ થઈ છે તેમાંથી કારની સાચી સ્થિતિનો અંદાજ મળી શકે છે. ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર દરેક સર્વિસ વખતે માઇલેજ રેકોર્ડ કરે છે. જો રેકોર્ડમાં ગડબડ અથવા અસંગતતા જોવા મળે તો સમજવું જોઈએ કે કાર વિશે ખોટી માહિતી આપવામાં આવી રહી હોઈ શકે છે.

ઓડોમિટર નહીં, કારની હાલત જુઓ

ઘણીવાર કારનું ઓડોમિટર ફેરફાર કરીને ઓછી માઇલેજ બતાવવામાં આવે છે. પરંતુ કારની અંદરની ઘસાવ સરળતાથી છુપાવી શકાતી નથી.

કાર ખરીદતા પહેલાં:

  • સીટની સ્થિતિ

  • સ્ટિયરિંગ વ્હીલ

  • ગિયર નોબ

  • પેડલ્સની ઘસાવ જરૂર તપાસો.

જો કારની માઇલેજ ઓછી બતાવવામાં આવી રહી હોય પરંતુ અંદરથી વધારે વપરાયેલી લાગે, તો સાવધાન રહેવું જોઈએ.

ટેસ્ટ ડ્રાઇવ કર્યા વગર ક્યારેય ડીલ ફાઇનલ ન કરો

જૂની કાર ખરીદતા પહેલાં ટેસ્ટ ડ્રાઇવ સૌથી જરૂરી પગલું છે. કાર ચલાવતી વખતે:

  • એન્જિનનો અવાજ

  • ગિયર શિફ્ટિંગ

  • બ્રેકિંગ

  • સ્ટિયરિંગ કંટ્રોલ સારી રીતે ચેક કરો. ડ્રાઇવિંગ દરમિયાન કાર સ્મૂથ ન લાગે અથવા માઇલેજ અને પરફોર્મન્સમાં ગડબડ જણાય તો કારમાં કોઈ ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે.

અકસ્માત અથવા સ્ટ્રક્ચરલ ડેમેજ તપાસો

ઘણી જૂની કારો અગાઉ અકસ્માતમાં સામેલ થઈ હોય છે. આવી કાર ખરીદવી જોખમી બની શકે છે.

કારની બોડી પર:

  • અલગ રંગનું પેઇન્ટ

  • પેનલ ગેપ્સ

  • વેલ્ડિંગ માર્ક્સ

  • ચેસિસ ડેમેજ

જોઈને અંદાજ લગાવી શકાય છે કે કારમાં મોટું રિપેરિંગ થયું છે કે નહીં. જરૂર પડે તો વિશ્વસનીય મિકેનિક પાસેથી ઇન્સ્પેક્શન કરાવવું વધુ સારું રહેશે.

ટાયરની સ્થિતિ પણ ઘણું કહે છે

સામાન્ય રીતે કારના ટાયરની લાઇફ 40 હજારથી 50 હજાર કિલોમીટર સુધી માનવામાં આવે છે. જો કારની માઇલેજ ઓછી બતાવવામાં આવી રહી હોય પરંતુ ટાયર તાજેતરમાં બદલાયા હોય તો કાર વધુ ચાલી હોઈ શકે છે. ટાયરની મેન્યુફેક્ચરિંગ ડેટ પણ ચેક કરવી જોઈએ. તેનાથી કારના ઉપયોગ વિશે વધુ સાચી માહિતી મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now