Home Gujarat Ahmedabad Ucc In Gujarat Marriage Registration Now Mandatory Know The New Rules Of Penalty And Inheritance Right

ગુજરાતમાં UCC ડ્રાફ્ટની મહત્વની જોગવાઈ : હવે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત, નિયમ તોડનારને થશે ભારે ભરખમ દંડ અને મિલકતમાં સમાન હિસ્સો

ગુજરાતમાં UCC ડ્રાફ્ટની મહત્વની જોગવાઈ
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 11:37 AM IST

ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા (UCC) તરફ મજબૂત ડગલાં ભરવામાં આવી રહ્યા છે. ગત 18 માર્ચે મળેલી કેબિનેટ બેઠકમાં UCCના ડ્રાફ્ટ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને આધુનિક બનાવવાનો છે. આ ડ્રાફ્ટમાં લગ્નથી લઈને વારસા હક સુધીની અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

લગ્ન નોંધણીમાં બેદરકારી પડશે ભારે

નવી જોગવાઈઓ અનુસાર, રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી (Marriage Registration) કરાવવી હવે અનિવાર્ય બનશે. જો કોઈ દંપતી લગ્નની નોંધણી નહીં કરાવે, તો તેમને રૂ. 10,000 થી રૂ. 25,000 સુધીનો દંડ થઈ શકે છે. અહીં નોંધનીય બાબત એ છે કે, નોંધણી ન કરાવી હોય તો પણ લગ્ન અમાન્ય ગણાશે નહીં. જોકે, કાયદાકીય ગૂંચવણોથી બચવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નોંધણી અત્યંત આવશ્યક રહેશે. UCCના અમલ પહેલા જેમના લગ્ન થઈ ગયા છે, તેમના માટે પણ નોંધણીની એક ચોક્કસ અને સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.

વારસા હકમાં સમાનતા: મિલકતની વહેંચણીના નવા નિયમો

UCCના ડ્રાફ્ટમાં મિલકત અને વારસા હકને લઈને ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે, જે પારિવારિક વિવાદો ઘટાડવામાં મદદરૂપ થશે. જો કોઈ વ્યક્તિ વસિયતનામું (Will) બનાવ્યા વગર મૃત્યુ પામે, તો તેની મિલકતની વહેંચણી નીચે મુજબ સમાન હિસ્સે થશે. માતા-પિતા (એક સંયુક્ત હિસ્સો), પતિ અથવા પત્ની, બાળકો..

સમાન હિસ્સો: વસિયત ન કરી હોય તેવા કિસ્સામાં સંપત્તિમાં માતા-પિતા, બાળકો અને જીવનસાથી - દરેકને સમાન ભાગ આપવાની જોગવાઈ છે. આ નિયમ સ્ત્રી-પુરુષના ભેદભાવ વગર સમાન રીતે લાગુ પડશે.

શા માટે આ ફેરફારો જરૂરી છે?

આ જોગવાઈઓ પાછળનો મુખ્ય હેતુ સામાજિક સુરક્ષા અને કાયદાકીય સ્પષ્ટતા લાવવાનો છે. લગ્નની નોંધણીથી છેતરપિંડીના કિસ્સાઓ ઘટશે, જ્યારે વારસા હકના નવા નિયમોથી પરિવારના દરેક સભ્યને તેમનો વાજબી હક સુનિશ્ચિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now