હિન્દુ પંચાંગ અનુસાર, 17 ડિસેમ્બર મંગળવાર, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ અને દિવસ છે. સવારના 10.55 સુધી દ્વિતિયા તિથિ છે જે બાદ તૃતીયા તિથિનો પ્રારંભ થશે. તૃતીયા તિથીની રાત્રિથી ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ સાથે જ ઉપરાંત પુનર્વસુ નક્ષત્રની રચના થઈ રહી છે, જે રાત્રિના 12.45 સુધી રહેશે. તો ચાલો જાણીએ કે આ ત્રિપુષ્કર યોગનો 12 રાશિના જાતકો શું લાભ થશે અને શું નુકસાન થશે? સાથે જ કયા ઉપાયો ફળદાયી રહેશે?
મેષ :
મિલકત અને સંપત્તિ મામલે આ રાશીના જાતકોને સફળતા મળશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થાય સાથે જ ઘરની વસ્તુઓમાં વધારો થશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. ઉપાય માટે સવારે બજરંગ બાણનો પાઠ કરો અને વાંદરાને ગોળ, ચણા કે કેળા ખવડાવો.
વૃષભ :
પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. ઈચ્છાઓ સાથે સમાધાન કરવાની વૃત્તિ ટાળો. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સવારે ગરીબોને ભોજન કરાવો અને ભગવાન શુક્રના બીજ મંત્રનો જાપ કરો.
મિથુન :
આ રાશીના જાતકોનું મન અશાંત રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે સાથે જ મહાન સિદ્ધિઓ પણ હાંસલ કરી શકે છે. શુક્રના પરિવર્તનના કારણે પ્રવાસની શક્યતાઓ છે. ઉપાય માટે સવારે ગાયને લીલો ચારો ખવડાવો અને મંગળના બીજ મંત્રનો જાપ કરો.
કર્ક :
સ્થાવર અથવા જંગમ મિલકત સંબધિત મામલાઓમાં તમને સફળતા મળશે. પારિવારિક જીવનમાં તણાવ રહેશે. વ્યાવસાયિક જીવનમાં નવી તકો ઉભી થશે. તો સાથે જ ધન અને કીર્તિમાં વધારો થશે. ઉપાય માટે સવારે કોઈ ગરીબ વ્યક્તિને લોટ કે ચોખાનું દાન કરો અને ચંદ્ર બીજ મંત્રનો જાપ કરો.
સિંહ :
આ રાશિના જાતકોના જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. સાથે જ તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો રચનાત્મક પ્રયાસો સારુ ફળ આપશે. વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સામાજિક કાર્યોમાં રસ લેશે. સવારે સૂર્યદેવને જળ ચઢાવો અને ચાર રોટલી અને ગોળ ગાયને અર્પિત કરો.
કન્યા :
આ રાશિના જાતકોને પારિવારિક તણાવ રહેશે. તમારે લાગણીઓ પર નિયંત્રણ રાખો, અમુક નિર્ણય લેતી વખતે તમે મુશ્કેલી અનુભવી શકો છો. ભેટ કે સન્માન વધશે. તમને ગુરુનો સહયોગ મળશે. ઉપાય માટે સવારે ગાયને રોટલી ખવડાવો અને બુદ્ધના બીજ મંત્રના જાપ કરો.
તુલા :
આ રાશિના જાતકોને પિતા અથવા ધાર્મિક નેતા તરફથી સહયોગ મળશે. સંપૂર્ણ પરિવર્તન તરફ પગલાં ભરશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે વૈવાહિક જીવન સુખી રહેશે. ઉપાય સવારે નાની છોકરીને ભેટ આપો અને શુક્રના બીજ મંત્રનો જાપ કરો.
વૃશ્ચિક :
આ રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં સફળતા મળશે. સરકાર તરફથી સહયોગ મળશે. સંબંધોમાં નિકટતા આવશે. ઉપાય માટે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને વાંદરાને કેળા ખવડાવો.
ધનુ :
શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. તમને તમારા પિતા અથવા ધાર્મિક નેતાનો સહયોગ મળશે. સંબંધોમાં બદલાવ આવી શકે છે. ઉપાય માટે સવારે ગાય પર હળદર લગાવ્યા પછી તેને ચાર રોટલી આપો. ગુરુના બીજ મંત્રનો જાપ કરો.
મકર :
આ રાશિના જાતકોને જીવનસાથી તરફથી તણાવ અનુભવી શકે છે. કાર્યસ્થળ પર કોઈથી તણાવ થઈ શકે છે, તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. ઉપાય માટે સવારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. ઘાયલ કૂતરાની સારવાર કરાવો.
કુંભ :
કુંભ રાશિના જાતકોને બિનજરૂરી વિવાદોથી દૂર રહવાની સલાહ આપવામાં આવે છે. સંતાન કે શિક્ષણ સંબંધિત સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. ઉપાય માટે કૂતરાને ખવડાવો અને સાંજે શનિ મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવો.
મીન :
વ્યવસાય ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો ફળદાયી રહેશે. સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેશો. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. ઉપાય માટે ગુરુના બીજ મંત્રનો જાપ કરો. ગાય પર હળદર લગાવ્યા પછી તેને ચાર રોટલી આપો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.






