Home Religion Tomorrow Horoscope January 24 2026 Zodiac Predictions Astrology Tips

રાશિફળ 24 જાન્યુઆરી 2026 : કોનું ભાગ્ય ચમકશે અને કોણે રહેવું પડશે સાવધાન? વાંચો મેષથી મીન રાશિનું ભવિષ્ય

રાશિફળ 24 જાન્યુઆરી 2026
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 01:45 AM IST

આજે 24 January 2026 અને શનિવારનો દિવસ કેટલીક રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાનીપૂર્વક નિર્ણયો લેવાની જરૂર પડે છે. કરિયર, વેપાર, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં ગ્રહોની બદલાતી ચાલ તમારા પર કેવી અસર કરે છે, તે જાણવા માટે વાંચો આજનું સંપૂર્ણ રાશિફળ.


રાશિ મુજબ ફળાદેશ

મેષ (Aries): આજનો દિવસ તમારા માટે થોડો તણાવપૂર્ણ રહે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાની શક્યતા બને છે. નવા કાર્યની યોજના બનાવો છો પરંતુ બીજાના કહેવા પર આવીને કોઈ વિવાદમાં ન પડવાની સલાહ છે. અટકેલા નાણાકીય કાર્યો પૂરા થાય છે.

  • ભાગ્યશાળી અંક: 9 | રંગ: લાલ

  • ઉપાય: હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

વૃષભ (Taurus): નવું વાહન ખરીદવા માટે દિવસ ઉત્તમ રહે છે. વેપારમાં સારો નફો પ્રાપ્ત થાય છે. પરિવારમાં ચાલી રહેલા લાંબા સમયના વિખવાદો દૂર થાય છે. પિતા સાથે પ્રવાસના યોગ છે અને પૈતૃક સંપત્તિના મામલામાં વિજય મળે છે.

  • ભાગ્યશાળી અંક: 6 | રંગ: સફેદ

  • ઉપાય: માં લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો.

મિથુન (Gemini): દિવસ સામાન્ય રહે છે. ખર્ચ પર કાબૂ રાખવો અત્યંત અનિવાર્ય છે. માતાજીના સ્વાસ્થ્યમાં નરમાશ આવે છે. બિનજરૂરી દોડધામથી માનસિક ચિંતા વધે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો વિચારીને ડગલું ભરે તે જરૂરી છે.

  • ભાગ્યશાળી અંક: 5 | રંગ: લીલો

  • ઉપાય: તુલસીને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્રનો જાપ કરો.

કર્ક (Cancer): રોકાણ માટે દિવસ સારો છે પરંતુ નુકસાનની શક્યતા જોતા સાવધ રહેવું પડે છે. પાર્ટનરશિપના કામોમાં ચોકસાઈ રાખવી. વિદ્યાર્થીઓ જે વિદેશ ભણવા જવા ઈચ્છે છે તેમના માટે સફળતાના દ્વાર ખુલે છે. નવું ઘર કે દુકાન ખરીદવાની યોજના સફળ થાય છે.

  • ભાગ્યશાળી અંક: 2 | રંગ: સફેદ

  • ઉપાય: શિવલિંગ પર દૂધ અર્પણ કરો.

સિંહ (Leo): દિવસ ઉત્સાહવર્ધક રહે છે. બિનજરૂરી દલીલોથી દૂર રહેવું હિતાવહ છે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. સિંગલ લોકો માટે પ્રેમ પ્રસ્તાવ આવે છે, જેના હકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે.

  • ભાગ્યશાળી અંક: 1 | રંગ: સોનેરી

  • ઉપાય: સૂર્ય નારાયણને જળ અર્પણ કરો.

કન્યા (Virgo): આજે ખર્ચનું પ્રમાણ વધે છે. આંખોની તકલીફ થવાની શક્યતા છે. પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ ઉભા થાય છે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહે છે પરંતુ સંતાનોની સંગત પર વિશેષ ધ્યાન આપવું અત્યારે જરૂરી છે.

  • ભાગ્યશાળી અંક: 5 | રંગ: લીલો

  • ઉપાય: ગણેશજીને દૂર્વા અર્પણ કરો.

તુલા (Libra): આવકની દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહે છે. મનમાં ઉતાર-ચઢાવ રહે છે. મુસાફરી દરમિયાન સામાનની ચોરી ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. વાહનમાં ખરાબી આવતા મુશ્કેલી વધે છે. ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ મળે છે.

  • ભાગ્યશાળી અંક: 6 | રંગ: ગુલાબી

  • ઉપાય: માતા લક્ષ્મીને ગુલાબના ફૂલ ચડાવો.

વૃશ્ચિક (Scorpio): સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખાસ જરૂર પડે છે. કોર્ટ-કચેરીના મામલામાં સાવધ રહેવું પડે છે. કાર્યક્ષેત્રમાં બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થાય છે પરંતુ તમારી ગુપ્ત માહિતી કોઈની સાથે શેર કરવાનું ટાળવું.

  • ભાગ્યશાળી અંક: 9 | રંગ: મરૂન

  • ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ધનુ (Sagittarius): દિવસ થોડો કઠિન રહે છે અને કામોમાં અવરોધો આવે છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવું, નહીંતર પ્રમોશન પર અસર પડે છે. દાન-પુણ્યમાં રુચિ વધે છે. પરિવારનો પૂરતો સહયોગ મળે છે અને યાત્રા લાભદાયી રહે છે.

  • ભાગ્યશાળી અંક: 3 | રંગ: પીળો

  • ઉપાય: કેળાના વૃક્ષની પૂજા કરો.

મકર (Capricorn): વિપરીત પરિસ્થિતિઓમાં ધીરજ રાખવી પડે છે. વેપારમાં ઉત્તમ લાભ મળવાના યોગ બને છે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત મનને પ્રસન્ન રાખે છે. સરકારી યોજનાઓનો લાભ મળે છે અને અટકેલા કાર્યો પૂરા થાય છે.

  • ભાગ્યશાળી અંક: 8 | રંગ: વાદળી

  • ઉપાય: શનિદેવ સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવો.

કુંભ (Aquarius): નોકરીિયાત વર્ગ માટે પડકારજનક દિવસ રહે છે. વિરોધીઓથી સાવધ રહેવું પડે છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા પૂરતી તપાસ કરવી જરૂરી છે. પિતા તરફથી મળેલી જવાબદારી સારી રીતે નિભાવી શકો છો. વિદ્યાર્થીઓને માનસિક રાહત મળે છે.

  • ભાગ્યશાળી અંક: 4 | રંગ: જાંબલી

  • ઉપાય: જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલનું દાન કરો.

મીન (Pisces): સ્વાસ્થ્ય બાબતે દિવસ નબળો રહે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું પડે છે. વેપારમાં કરેલા ફેરફારો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થાય છે. મહેમાનોના આગમનથી ઘરમાં આનંદનું વાતાવરણ રહે છે. ખર્ચમાં વધારો થાય છે.

  • ભાગ્યશાળી અંક: 7 | રંગ: પીળો

  • ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now