પામિસ્ટ્રી એટલે કે હસ્તરેખા શાસ્ત્ર એક ખૂબ જ જાણીતું અને ઉંડું શાસ્ત્ર છે. કહેવાય છે કે, બધુ ઉપરથી હસ્તરેખાઓ લખાઈને જ આવે છે. હથેળીની રેખાઓ પરથી કેટલીક દિલચસ્પ જાણીકારીઓ મળી શેક છે. હસ્તરેખા પરથી વ્યક્તિના સ્વભાવ અને તેના ભવિષ્ય વિશે ઘણું બધું જાણી શકાય છે. આજે આપણે હથેળી પરની તે રેખાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના પરથી વ્યક્તિના કુલ કેટલા બાળકો હશે તે જાણી શકાય છે.
આ છે સંતાન માટેની રેખા
હસ્તરેખાના શાસ્ત્ર પ્રમાણે તમારી હથેળીના બુધ પર્વતની જેટલી રેખાઓ ઉભી હશે, તમારી એટલે સંતાોનાની સંખ્યા હશે. હાથના અંગુઠાના નીચેના ભાગને શુક્ર પર્વત કહેવામાં આવે છે. અને તેના પર બનનારી નાની નાની રેખાઓ સંતાનોની સંખ્યા નક્કી કરે છે.બુધ અને શુક્ર પર્વત પરની આ નાની રેખાઓને હસ્તરેખાશાસ્ત્રમાં બાળ રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. હસ્તરેખાશાસ્ત્રનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલાં જીવનમાં રોગો અને અણધારી ઘટનાઓની આગાહી કરવા માટે થતો હતો.
સમુદ્રશાસ્ત્ર અનુસાર, હથેળીમાં નાની આંગળીના પાયા પર બુધ પર્વત પર ઉપરની તરફ સ્થિત રેખાને બાળ રેખા કહેવામાં આવે છે. આ રેખા સ્પષ્ટ હોવી જોઈએ. તમારા હાથ પર બાળકોની રેખાઓની સંખ્યા ભવિષ્યમાં તમારા બાળકોની સંખ્યા નક્કી કરશે. શુક્ર પર્વત પરની રેખાઓ દ્વારા પણ સંતાનની શક્યતા નક્કી થાય છે. હથેળીની બહારથી અંદર તરફ આવતી આડી રેખાને લગ્ન રેખા કહેવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)
14 મેથી ગુરુ-શુક્રનો સુવર્ણ મહાસંયોગ!: આ 6 રાશિવાળા પર વરસશે ધન-સમૃદ્ધિનો વરસાદ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ!






