Home Religion These People Should Not Wear Black Clothes Even By Mistake On Saturday

આ લોકોએ શનિવારે ભૂલથી પણ ન પહેરવા જોઈએ કાળા કપડા : જાણો કાળા રંગ અને શનિદેવ વચ્ચે શું છે કનેક્શન?

આ લોકોએ શનિવારે ભૂલથી પણ ન પહેરવા જોઈએ કાળા કપડા
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2026, 09:19 AM IST

Shani Dev: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ દેવ ન્યાયના પ્રતિક અને કર્મના ફળ આપવાવાળા ગ્રહ છે. શનિ ગ્રહની સ્થિતિ તમારી કુંડળીમાં નબળી હોય તો જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક પડકારો ઉભા થઈ શકે છે. ખાસ કરીને શનિવારે, કાળા અથવા બ્લુ રંગના કપડાં પહેરવાથી નકારાત્મક અસર વધવાની શક્યતા હોય છે. શાસ્ત્રો અનુસાર કર્મનું ફળ આપી ન્યાય કરતાં શનિ દેવ અને કાળા તેમજ બ્લુ કપડા વચ્ચે ખાસ કનેકશન હોય છે. આ લેખમાં અમે તમને તે લોકો વિશે જણાવીએ છીએ જેમને કાળા અથવા બ્લુ કપડા પહેરવાનું ટાળવું જોઈએ અને શનિવારે શું પગલાં લેવું શુભ ગણાય છે.

કાળા અને બ્લુ રંગ સાથે શનિ ગ્રહનો સંબંધઃ

જ્યોતિષશાસ્ત્ર મુજબ કાળો અને બ્લુ રંગ શનિ ગ્રહ સાથે જોડાયેલા છે. જો તમારી કુંડળીમાં શનિ નબળો છે, તો આ રંગો પહેરવાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ વધી શકે છે. બીજી બાજુ, જો શનિ મજબૂત છે, તો કાળો રંગ સફળતા અને શુભ સમયનું પ્રતિક બની શકે છે.

શનિવારે કાળો રંગ ન પહેરવાના કારણોઃ

ઊર્જા શોષણ: કાળો રંગ દરેક પ્રકારની ઊર્જાને પોતાના સમાવી લે છે. જો શનિ નબળો હોય, તો કાળો રંગ નકારાત્મક ઊર્જાને ઝડપથી ગ્રહણ કરી શકે છે.

શારીરિક અને માનસિક અસર: જો શનિવારે શનિ ગ્રહ નબળો હોય, તો કાળા કપડાં પહેરવાથી શરીર પર અશુભ પ્રભાવ વધે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

શનિવારનો ખાસ પ્રભાવ: શનિવારે શનિનો પ્રભાવ સૌથી વધુ હોય છે. જો તમારી કુંડળીમાં શનિ નબળો છે, તો કાળો અથવા બ્લુ રંગ પહેરવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારે થઇ શકે છે.

સાડાસાતી અથવા ઢૈયા સમય: આ સમયગાળા દરમિયાન પણ શનિવારે કાળા અથવા બ્લુ કપડા પહેરવાનું ટાળવું જોઈએ.

કાળા કપડાનું દાન – શ્રેષ્ઠ ઉપાય:

જ્યારે કાળો રંગ પહેરવો ટાળવો જોઈએ, ત્યારે કાળા કપડાનું દાન કરવું શુભ ગણાય છે. આ રીતથી શનિનો નકારાત્મક પ્રભાવ ઘટાડવામાં મદદ મળે છે. શનિવારે કાળા કપડાનું દાન જીવનમાં શનિથી થનારી મુશ્કેલીઓને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે.

કાળા અને બ્લુ રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત છે.

શનિ નબળો હોય, તો કાળા અને બ્લુ કપડાં શનિવારે ટાળવા જોઈએ.

કાળા કપડાનું દાન શુભતા લાવે છે અને નકારાત્મક પ્રભાવ ઘટાડે છે.

જીવનમાં મુશ્કેલીઓ વધે તેવા સમયે શનિદેવની આરાધના અને ઉપાય મદદરૂપ થઈ શકે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્યોતિષ અને માન્યતાઓ પર આધારિત છે. Offbeat Storis દ્વારા તેની પુષ્ટિ કરાયેલી નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now