Home Sports These 5 Players From Jammu And Kashmir Were The Heroes Of The Victory In The Ranji Trophy Final

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા! : હુબલીમાં રમાયેલી ફાઇનલમાં J&K નો દબદબો, કર્ણાટક સામે મેળવી ભવ્ય જીત

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 12:22 PM IST

Ranji Trophy 2025-26 : ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં એક નવો સૂર્યોદય થયો છે. રણજી ટ્રોફી 2025-26 ની ફાઇનલ મેચમાં જમ્મુ અને કાશ્મીરે તે કરી બતાવ્યું જેની કલ્પના છેલ્લા 92 વર્ષથી કરવામાં આવતી હતી. હુબલી ખાતે કર્ણાટક અને જમ્મુ-કાશ્મીર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ ભલે ડ્રો રહી, પરંતુ પ્રથમ ઇનિંગની લીડના આધારે કાશ્મીરી ટીમે રણજી ટ્રોફી જીતીને ઈતિહાસ રચી દીધો છે. કાશ્મીરે પ્રથમ ઇનિંગમાં 584 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કર્ણાટક માત્ર 293 રનમાં સમેટાઈ ગયું હતું. જમ્મુ અને કાશ્મીરની આ ઐતિહાસિક જીતમાં, જો આપણે તે પાંચ ખેલાડીઓના પ્રદર્શન વિશે વાત કરીએ જેમના બળ પર ટીમ ફાઇનલ જીતવામાં સફળ રહી, તો તેમના નામ નીચે મુજબ છે:

શુભમ પુંડિર : સંકટ સમયની સાંકળ

જમ્મુ-કાશ્મીરની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 18 રન પર પહેલી વિકેટ પડી ગઈ હતી. ત્યારે શુભમ પુંડિરે ઈનિંગ્સ સાંભળી. તેને 247 બોલમાં 121 રનની શાનદાર સેન્ચુરી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી. તેની આ ધીરજપૂર્વકની ઇનિંગ માટે તેને ફાઇનલનો 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

યાવર હસન : ઓપનિંગની મજબૂતી

એક છેડેથી વિકેટ પડતી હતી ત્યારે યાવર હસને ઓપનિંગમાં આવીને ઇનિંગને સ્થિરતા આપી. તેને 150 બોલમાં 88 રન બનાવ્યા અને શુભમ પુંડિર સાથે 139 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. તેની આ ઇનિંગે જ કાશ્મીરને 584 રન સુધી પહોંચવામાં મદદ કરી હતી.

આકિબ નબી : બોલિંગનો તરખાટ

જ્યારે બેટ્સમેનોએ સ્કોરબોર્ડ પર રન ખડક્યા, ત્યારે આકિબ નબીએ બોલિંગમાં કમાલ કરી. કર્ણાટકની બેટિંગ લાઇન-અપને તોડવાનું કામ આકિબ નબીએ કર્યું. તેને 23 ઓવરમાં માત્ર 2.34 ની ઇકોનોમીથી 5 વિકેટ ઝડપીને કર્ણાટકને બેકફૂટ પર ધકેલી દીધું હતું.

કામરાન ઇકબાલ : બીજી ઇનિંગનો બાદશાહ

પ્રથમ ઇનિંગમાં જલ્દી આઉટ થયા પછી કામરાન ઇકબાલે બીજી ઇનિંગમાં વ્યાજ સાથે વસૂલાત કરી. તેને મેદાનની ચારેબાજુ રન ફટકારતાં 311 બોલમાં નોટઆઉટ 160 રન બનાવ્યા. તેની આ ઇનિંગમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે, જેને કર્ણાટકની જીતવાની આશાઓ પર પાણી ફેરવી દીધું.

સાહિલ લોત્રા : મિડલ ઓર્ડરનો પિલર

સાહિલ લોત્રાએ આખી મેચમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું. તેને પ્રથમ ઇનિંગમાં 72 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં નોટઆઉટ 101 રન ફટકારીને સેન્ચુરી પૂરી કરી. આખી ફાઇનલ મેચમાં તેને કુલ 173 રનનું યોગદાન આપ્યું, જે ટીમની જીત માટે ખૂબ જ મહત્વનું સાબિત થયું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now