Vishal Sai Dhanshika Engagement: તમિલ અભિનેતા વિશાલે ફેમસ અભિનેત્રી સાઈ ધનશિકા સાથે સગાઈ કરી છે. કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોસ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. વિશાલે પોતના બર્થ ડે પર જ સાઈ ધનશિકા સાથે લગ્ન કરીને ફેન્સને સારા સમાચાર આપ્યા છે. બંનેએ સગાઈની અમુક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સની સાથે-સાથે તેમની ઇન્ડસ્ટ્રીના ફેન્સ પણ સાઈ ધનશિકા અને વિશાલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે વિશાલની પત્ની સાઈ ધનશિકા કોણ છે?
કોણ છે ધનશિકા?
વિશાલની સાથે-સાથે સાઈ ધનશિકા પણ સાઉથ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. તે 16 વર્ષની ઉંમરથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરી રહી છે. અભિનેત્રીએ 2006માં આવેલી તમિલ ફિલ્મ 'થિરુડી' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ સાઈ ધનશિકાએ 'માંજા વેલુ', 'પેરનમઈ' અને 'પરદેસી' જેવી ફિલ્મોથી પોતાનું ઓળખ બનાવી છે.
રજનીકાંત સાથે કર્યું કામ
સાઈ ધનશિકા વધુ ફેમસ ત્યારે થઈ જ્યારે 2016માં રજનીકાંતની ફિલ્મ 'કબાલી' આવી. આ ફિલ્મમાં ધનશિકાએ રજનીકાંતની દીકરીનું પાત્ર ભજવ્યું હતું. રજનીકાંતની 'કબાલી' માટે સાઈ ધનશિકાને ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
12 વર્ષ મોટો છે વિશાલ
જણાવી દઈએ કે વિશાલ ધનશિકા કરતાં 12 વર્ષ મોટો છે અને બંનેએ પોતાના સંબંધને આ મે 2025માં જ સ્વીકાર્યો હતો. ત્યારેથી ફેન્સ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે વિશાલ અને ધનશિકાએ સગાઈના સારા સમાચાર આપી દીધા છે. સોશિયલ મીડિયા પર વિશાલ અને ધનશિકાની સગાઈની ફોટોસ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. શેર કરેલી ફોટોસમાં બંનેના ગાળામાં જયમાળા છે, ત્યારે બીજા ફોટોસમાં ધનશિકા અને વિશાલ પોતાની સગાઈની વીંટીમાં ફ્લોન્ટ કરતાં દેખાઈ રહ્યા છે.