Home Sports T20 World Cup Team India Will Have To Correct These 6 Mistakes Before The Semi Finals

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાએ આ 6 ભૂલોને સુધારવી પડશે! : ટાઇટલ જીતવા માટે હવે ચોક્કસ રણનીતિ અને ટીમ વર્ક જોઈશે

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાએ આ 6 ભૂલોને સુધારવી પડશે!
Published by: Offbeat Team
| Last Updated: Mar 02, 2026, 01:47 PM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ આ સફર બિલકુલ સરળ રહી નથી. અમેરિકા સામેની મેચમાં 77 રનમાં 6 વિકેટ ગુમાવવાથી લઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની રસાકસી ભરેલી જીત સુધી, ભારતનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે. ફેન્સ ભલે સેમીફાઇનલની ખુશી મનાવી રહ્યા હોય, પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાના વાદળો ઘેરાયેલા છે. જો ભારતને વિશ્વ વિજેતા બનવું હોય, તો તેણે 'ચિંતાના ચક્રવ્યૂહ' માંથી બહાર નીકળી 6 મહત્વની સમસ્યાઓનું સમાધાન કરવું પડશે.

  1. વરુણ ચક્રવર્તીની ગુમ થયેલી ધાર

    વરુણ ચક્રવર્તી, જેને કમબેક પછી શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે આ ટુર્નામેન્ટના મહત્વના તબક્કે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. ગ્રુપ સ્ટેજમાં નબળી ટીમો સામે વિકેટ લેનાર વરુણ સુપર-8 માં આવતા જ સંઘર્ષ કરતો દેખાયો. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો સામે તેની ઇકોનોમી 9 થી ઉપર રહી છે. મિડલ ઓવરોમાં રન રોકવાની તેની જવાબદારી હવે ટીમ માટે માથાનો દુખાવો બની રહી છે.

  2. બુમરાહ પર વધુ પડતી નિર્ભરતા

    ભારતીય બોલિંગ આક્રમણ અત્યારે સંપૂર્ણપણે જસપ્રીત બુમરાહના ખભા પર ટકેલું છે. બુમરાહની ઇકોનોમી અદભૂત છે, પણ પ્રશ્ન એ છે કે, જો કોઈ દિવસે બુમરાહ વિકેટ ન લઈ શકે તો કોણ જવાબદારી લેશે? અર્શદીપ સિંહ અને અન્ય બોલરોએ બુમરાહને સાથ આપવો પડશે. વળી, બુમરાહને પાવરપ્લેમાં વહેલો લાવવો જોઈએ કે નહીં, તે વ્યૂહરચના પર પણ ફરી વિચાર કરવાની જરૂર છે.

  3. નબળી ફિલ્ડિંગ અને છૂટતા કેચ

    "કેચ પકડો, મેચ જીતો" - આ ક્રિકેટનો પાયાનો નિયમ છે, પરંતુ ભારતીય ટીમ અહીં જ હારી જાય છે. આંકડા મુજબ, સુપર-8 માં પહોંચેલી ટીમોમાં ભારતનો કેચ પકડવાનો રેકોર્ડ સૌથી ખરાબ રહ્યો છે. યુવા ટીમ હોવા છતાં ફિલ્ડિંગમાં આ પ્રકારની બેદરકારી સેમીફાઇનલ જેવી મોટી મેચમાં ભારે પડી શકે છે. મેચ પછી મેડલ આપવા કરતાં મેદાન પર સતર્ક રહેવું વધુ જરૂરી છે.

  4. સામૂહિક પ્રદર્શનનો અભાવ

    આ ટુર્નામેન્ટમાં ભારત કોઈને કોઈ એક ખેલાડીના જોરે જીત્યું છે. ક્યારેક સૂર્યા, ક્યારેક ઈશાન તો ક્યારેક સંજુ સેમસન બચાવમાં આવ્યા છે. પરંતુ વર્લ્ડ કપ જીતવા માટે આખી ટીમે એક થઈને પ્રદર્શન કરવું પડે છે. ટોપના ચાર બેટ્સમેનો હજુ સુધી એકસાથે લયમાં જોવા મળ્યા નથી, જે મોટી ચિંતાનો વિષય છે.

  5. સૂર્યકુમાર યાદવનો ધીમો પડતો ગ્રાફ

    કેપ્ટન સૂર્યકુમાર યાદવની શરૂઆત ધમાકેદાર રહી હતી, પરંતુ ત્યારબાદ તેમનો સ્ટ્રાઇક રેટ સતત ઘટતો ગયો છે. ખાસ કરીને સ્પિનરો સામે સૂર્યા સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. IPL ની સરખામણીએ તેમનો સ્ટ્રાઇક રેટ અહીં ઘણો ઓછો છે. જો ભારતને મોટો સ્કોર બનાવવો હોય, તો 'SKY' એ ફરી પોતાની જૂની સ્ટાઇલમાં બેટિંગ કરવી પડશે.

  6. અભિષેક શર્માનો ડગમગતો આત્મવિશ્વાસ

    યુવા ઓપનર અભિષેક શર્મા પાસેથી મોટી આશાઓ હતી, પરંતુ છેલ્લા 8 મેચમાં તે ફ્લોપ રહ્યો છે. ચાર વખત શૂન્ય રને આઉટ થવું એ તેના આત્મવિશ્વાસમાં ઘટાડો દર્શાવે છે. વિરોધી બોલરોએ તેની નબળાઈ પકડી લીધી છે. સેમીફાઇનલમાં ઓપનિંગ જોડીની નિષ્ફળતા આખી ટીમ પર પ્રેશર લાવી શકે છે.

હવે કરો યા મરો

ભારત પાસે પ્રતિભાની કોઈ સમસ્યા નથી, પરંતુ હવે ભૂલોની કોઈ જગ્યા નથી. જો આ 6 સમસ્યાઓનો ઉકેલ જલ્દી નહીં આવે, તો અમદાવાદમાં ફાઇનલ જીતવાનું સપનું ફરી એકવાર તૂટી શકે છે. ફેન્સને આશા છે કે, સૂર્યાની સેના આ ચક્રવ્યૂહને તોડીને ફાઇનલમાં પ્રવેશ કરશે અને ટ્રોફીને ડિફેન્ડ કરીને હિસ્ટ્રી રિપીટ કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વર્લ્ડ કપ રમવા આવેલી આ ટીમ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે ભારતમાં અટવાઈ!: ટીમને સુરક્ષિત વતન પરત મોકલવા ICC એ ઘડ્યો સ્પેશિયલ પ્લાન

વર્લ્ડ કપ રમવા આવેલી આ ટીમ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે ભારતમાં અટવાઈ!

વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જનાર પાકિસ્તાની ટીમ પર PCB એ ફટકાર્યો દંડ: ભિખારી પાકિસ્તાને પોતાના જ ખેલાડીઓ પાસે માંગી 50 લાખની 'ભીખ!'

વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જનાર પાકિસ્તાની ટીમ પર PCB એ ફટકાર્યો દંડ

T20 World Cup; ટીમ ઈન્ડિયાને ફળ્યો 13 નો આંકડો!: Sanju Samson ની ઇનિંગ અને 13 નો આંકડો બન્યા મેચનો ટર્નિંગ પોઈન્ટ!

T20 World Cup; ટીમ ઈન્ડિયાને ફળ્યો 13 નો આંકડો!

Sanju Samson; 'મેં મારો ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી દીધા!': અંડર પ્રેશરથી ગેમ ચેન્જર સુધી, સંજુએ જણાવ્યું કે તેને કેવી રીતે મુશ્કેલ સમયમાંથી કમબેક કર્યું!

Sanju Samson; 'મેં મારો ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી દીધા!'

BCCI એ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શિડ્યુલ કર્યું જાહેર!: જૂન મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જામશે ક્રિકેટનો રોમાંચ!

BCCI એ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શિડ્યુલ કર્યું જાહેર!

સંજુ સેમસનને વારંવાર ટીમમાંથી કેમ બહાર કરવામાં આવતો હતો?: વેસ્ટ ઈન્ડિઝ સામે જીત બાદ ગૌતમ ગંભીરે સંજુ મુદ્દે તોડ્યું મૌન

સંજુ સેમસનને વારંવાર ટીમમાંથી કેમ બહાર કરવામાં આવતો હતો?

T20 World Cup; Sanju Samson એ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ તોડ્યો!: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી મોટો રન ચેઝ, સંજુએ રચ્યો ઇતિહાસ!

T20 World Cup; Sanju Samson એ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ તોડ્યો!

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત: સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે જંગ જામશે

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત

T20 World Cup; સેમીફાઇનલમાં પહોંચવા ઈન્ડિયા સામે 196 રનનો લક્ષ્યાંક!: ઝિમ્બાબ્વેને હરાવી સાઉથ આફ્રિકા ગ્રુપ-1 માં ટોપ પર, હવે ઈન્ડિયાની જીત પર નજર!

T20 World Cup; સેમીફાઇનલમાં પહોંચવા ઈન્ડિયા સામે 196 રનનો લક્ષ્યાંક!

T20 World Cup: ભારત vs વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેમિફાઇનલ માટે મહાજંગ! સાઉથ આફ્રિકા અજેય રહી ક્વોલિફાય, હવે ભારત માટે 'કરો યા મરો' ની સ્થિતિ!

T20 World Cup

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું: અંતિમ ઓવરના રોમાંચમાં શ્રીલંકાને હરાવ્યું પણ T20 વર્લ્ડ કપ 2026માંથી થયું બહાર

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!: હુબલીમાં રમાયેલી ફાઇનલમાં J&K નો દબદબો, કર્ણાટક સામે મેળવી ભવ્ય જીત

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!: 67 વર્ષની આતુરતાનો આવ્યો અંત, જમ્મુ-કાશ્મીર બન્યું પહેલીવાર ચેમ્પિયન!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!
Play Video

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?: જાણો ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલના ક્વોલિફિકેશનનું આખું ગણિત!

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?: પાકિસ્તાન માટે 'કરો યા મરો' ની જંગ, ન્યૂઝીલેન્ડની નજર આજની મેચ પર!

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?

ધોનીનું રાંચી હાઉસ હવે ખતરામાં!: ઝારખંડ હાઉસિંગ બોર્ડે ફટકારી અંતિમ નોટિસ, જાણો શું છે આરોપ?

ધોનીનું રાંચી હાઉસ હવે ખતરામાં!

છેલ્લા 18 બોલમાં પલટાઈ ગઈ ગેમ: ઇંગ્લેન્ડે હારેલી બાજી જીતી ન્યુઝીલેન્ડને હરાવ્યું, પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત

છેલ્લા 18 બોલમાં પલટાઈ ગઈ ગેમ

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!: પાકિસ્તાનની આશા જીવંત રાખવા ઇંગ્લેન્ડની જીત જરૂરી, જાણો સંપૂર્ણ ગણિત

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!

ચેપોકમાં ટીમ ઇન્ડિયાનું 'ચક્રવાત': ચેપોક સ્ટેડિયમમાં પંડ્યાની તોફાની બેટિંગ સાથે રોમેન્ટિક અંદાજ વાયરલ, ફિફ્ટી ફટકાર્યા બાદ માહિકાને આપી 'Flying Kiss'

ચેપોકમાં ટીમ ઇન્ડિયાનું 'ચક્રવાત'