Home Sports T20 World Cup Is Chasing Difficult In Narendra Modi Stadium Know About Team Indias Record And Pitch

T20 World Cup; શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેઝિંગ છે મુશ્કેલ? : ફાઇનલ પહેલા જાણો ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અને પિચનો મિજાજ

T20 World Cup; શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેઝિંગ છે મુશ્કેલ?
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 09:42 AM IST

T20 World Cup : ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ 2026 માં સતત બીજી વાર ચેમ્પિયન બનવાથી હવે માત્ર એક ડગલું દૂર છે. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાઇ-વોલ્ટેજ ફાઇનલ રમાશે. આ એ જ મેદાન છે જ્યાં 2023 ના વનડે વર્લ્ડ કપમાં ભારતનું સપનું તૂટ્યું હતું. જોકે, આ વખતે ફાઇનલ મેચ પહેલા પિચને લઈને એક એવું અપડેટ આવ્યું છે, જે ભારતીય ફેન્સ માટે રાહતના સમાચાર લાવ્યું છે.

અમદાવાદમાં ભારતનો દબદબો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. ભારતે અહીં અત્યાર સુધીમાં કુલ 47 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી 26 મેચમાં જીત મેળવી છે. T20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો, ભારતે અહીં રમાયેલી 10 મેચમાંથી 7 માં જીત હાંસલ કરી છે. અહીં ભારતનો જીતનો દર 70% જેટલો ઊંચો છે, જે ફાઇનલ પહેલા આત્મવિશ્વાસ વધારે છે.

શા માટે અહીં લક્ષ્યનો પીછો કરવો અઘરો છે?

આંકડા મુજબ, અમદાવાદમાં લક્ષ્યનો પીછો (Chasing) કરવો પડકારજનક રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 13 T20 મેચોમાંથી 8 મેચ પહેલા બેટિંગ કરનાર ટીમે જીતી છે. સામાન્ય રીતે અહીં કાળી માટીની પિચ હોવાથી મેચ જેમ આગળ વધે તેમ પિચ ધીમી પડતી જાય છે. અહીં પહેલી ઇનિંગનો એવરેજ સ્કોર 174 છે, જ્યારે બીજી ઇનિંગમાં તે ઘટીને 150 ની આસપાસ પહોંચી જાય છે, જેના કારણે બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બને છે.

વર્તમાન ટૂર્નામેન્ટમાં હારનો બોધપાઠ

ચાલુ T20 વર્લ્ડ કપમાં પણ ભારતને આ જ મેદાન પર સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકાએ આપેલા 188 રનના લક્ષ્યનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર અને 2023 ની ફાઇનલની યાદોને જોતા ફેન્સમાં થોડો ચિંતાનો માહોલ હતો, પરંતુ આ વખતે ક્યુરેટરે પિચમાં મોટો ફેરફાર કર્યો છે.

પિચમાં મોટો ફેરફાર : લાલ માટીનો જાદુ

રિપોર્ટ અનુસાર, ફાઇનલ મેચ માટે 'મિક્સ માટી'ની પિચ તૈયાર કરવામાં આવી છે, જેમાં કાળી માટી કરતાં લાલ માટીનું પ્રમાણ વધારે રાખવામાં આવ્યું છે. લાલ માટીની પિચ પર બોલ બેટ પર સરળતાથી આવે છે અને સારો બાઉન્સ મળે છે. આ ફેરફારને કારણે બંને ઇનિંગ્સમાં બેટિંગ કરવી સરળ બનશે, જે ભારતીય બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટીમ મેનેજમેન્ટની ખાસ નજર

પિચની તૈયારીઓ પર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સ્ટાફ પણ નજર રાખી રહ્યા છે. ગત કેટલીક મેચોમાં પિચના વર્તનથી ટીમ મેનેજમેન્ટ સંતુષ્ટ ન હતું, તેથી આ વખતે સંતુલિત પિચ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફાઇનલના આગલા દિવસે શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પિચને નજીકથી નિહાળીને પોતાની રણનીતિ નક્કી કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now