Home Religion Surya Grahan 2027 Longest Solar Eclipse Date Time Nasa Report

2027માં સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ જોવા મળશે : આ દિવસે બપોરે 6 મિનિટ સુધી અંધારું છવાઈ જશે

2027માં સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ જોવા મળશે
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 05:35 PM IST

આવનારા વર્ષ 2027માં અવકાશમાં એક એવી ઘટના બનશે જે ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળે છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ 2 ઓગસ્ટ 2027 ના રોજ સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ થશે. સામાન્ય રીતે ગ્રહણ થોડી મિનિટોનું હોય છે પણ આ ગ્રહણ 6 મિનિટ અને 23 સેકન્ડ સુધી ચાલશે. આટલા લાંબા સમય સુધી સૂર્ય દેખાશે નહીં અને પૃથ્વી પર અંધકાર છવાઈ જશે.

ક્યાં અને ક્યારે દેખાશે

ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ બપોરે 3 વાગીને 34 મિનિટે શરૂ થશે અને સાંજે 5 વાગીને 53 મિનિટે પૂરું થશે. ભારતમાં સાંજે 4:30 વાગ્યાના સુમારે આ નજારો આંશિક રીતે જોઈ શકાશે. ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં આ ગ્રહણ વધારે સ્પષ્ટ દેખાશે. ખાસ કરીને મોરોક્કો અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણનો લહાવો મળશે.

વાતાવરણમાં ફેરફાર

નાસાના રિપોર્ટ મુજબ આ સમય દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો થશે. જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે ત્યારે દિવસના સમયે તાપમાન 5 થી 10 ડિગ્રી જેટલું ઘટી જશે. આના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને પવનની દિશામાં પણ બદલાવ આવશે. આ અદભુત ખગોળીય ઘટનાને જોવા માટે વૈજ્ઞાનિકો અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now