Surya Gochar: સૂર્યનું મેષ રાશિમાં ગોચર (મેષ સંક્રાંતિ) 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ સવારે લગભગ 9:09 વાગ્યે થશે. આ સમયે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે, જ્યાં તેની ઉર્જા અત્યંત પ્રબળ બને છે. મેષ રાશિ મંગળની છે અને સૂર્ય-મંગળ મિત્ર છે, તેથી આ ગોચર આત્મવિશ્વાસ, નેતૃત્વ, પ્રતિષ્ઠા અને નવી શરૂઆતો માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. આ દિવસે વૈશાખી તહેવાર પણ ઉજવાય છે, જેના કારણે આ ગોચર વધુ વિશેષ બને છે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓને કારકિર્દી, આવક અને સફળતામાં વધારો થશે, જ્યારે અન્યને સાવધાની રાખવી પડશે. ચાલો જાણીએ 12 રાશિઓ પર આ ગોચરની અસર.
મેષ રાશિ
સૂર્ય તમારી રાશિ અને લગ્નમાં ગોચર કરશે. આ તમારા માટે અત્યંત શુભ સમય છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે, આત્મવિશ્વાસ ઉછળશે અને કારકિર્દી તેમજ અંગત જીવનમાં નવી શરૂઆતો સફળ થશે. નેતૃત્વ ક્ષમતા ચમકશે.
વૃષભ રાશિ
ગોચર બારમા ભાવમાં થશે. ખર્ચમાં વધારો થઈ શકે છે અને વિવિધ યાત્રાઓ થવાની શક્યતા છે. માનસિક શાંતિ માટે ધીરજ અને સંયમ રાખો. રોકાણના મામલે સાવધાની સાથે આ સમય શુભ રહી શકે છે.
મિથુન રાશિ
અગિયારમા ભાવમાં સૂર્યનું ગોચર આવકમાં વધારો લાવશે. મિત્રો અને સંબંધીઓના સહયોગથી સારી તકો મળી શકે છે. લગ્ન અથવા નવા સંબંધોની શક્યતા પણ છે.
કર્ક રાશિ
દસમા ભાવમાં સૂર્ય ઉચ્ચ સ્થાને રહેશે. કારકિર્દીમાં જબરદસ્ત પ્રગતિ અને સફળતા મળશે. બાકી કામો પૂર્ણ થશે, પ્રતિષ્ઠા અને સત્તા વધશે. વ્યવસાય અને નોકરીમાં ઉન્નતિના યોગ છે.
સિંહ રાશિ
તમારા રાશિ સ્વામી સૂર્ય નવમા ભાવમાં ઉચ્ચ સ્થાને ગોચર કરશે. નસીબ તમારા પક્ષે રહેશે. જે કામ હાથમાં લેશો તે ઈચ્છા મુજબ પૂર્ણ થશે. આ લાભદાયી અને શુભ સમય છે.
કન્યા રાશિ
આઠમા ભાવમાં ગોચરને કારણે સાવધાની જરૂરી છે. નવા લોકો પર વિશ્વાસ ન કરો, તણાવ વધી શકે છે. અણધાર્યા ખર્ચ અથવા નાણાકીય મુશ્કેલીની શક્યતા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
તુલા રાશિ
સાતમા ભાવમાં ગોચરને કારણે સંબંધોમાં અહંકાર અને તકરાર થઈ શકે છે. મિત્રતા અથવા ભાગીદારીમાં તિરાડ પડવાની શક્યતા છે. આત્મવિશ્વાસ વધશે પરંતુ વ્યવસાયિક અને વ્યક્તિગત સંબંધોમાં સાવધાની રાખો.
વૃશ્ચિક રાશિ
છઠ્ઠા ભાવમાં સૂર્ય તમને કાર્યસ્થળમાં સફળતા અને વિરોધીઓ પર વિજય અપાવશે. ખર્ચ પર નિયંત્રણ રહેશે. આ સમય કોમ્પિટિશન અને પડકારો જીતવા માટે અનુકૂળ છે.
ધન રાશિ
પાંચમા ભાવમાં ગોચર બુદ્ધિ અને સર્જનાત્મકતા વધારશે. પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. સંપત્તિમાં વૃદ્ધિ, વ્યવસાય અને રોકાણ માટે સારો સમય છે.
આવ પણ વાંચો: 13 વર્ષ પછી શનિ જયંતિ પર રચાશે દુર્લભ સંયોગ! : આ રાશિવાળા જમશે સોનાની થાળીમાં! એટલું ધન મળશે કે છલકાઈ જશે ઘર!
મકર રાશિ
ચોથા ભાવમાં ગોચર પરિવાર અથવા કારકિર્દીમાં અચાનક પરિવર્તન લાવી શકે છે. આત્મવિશ્વાસ અન્યોને પ્રભાવિત કરશે. કામ પર સહકર્મીઓ તરફથી સારો સપોર્ટ મળશે.
કુંભ રાશિ
ત્રીજા ભાવમાં ગોચર હિંમત અને બહાદુરી વધારશે. લગ્ન જીવનમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો સાથે રોકાણની યોજનાઓ બનાવી શકો છો.
મીન રાશિ
બીજા ભાવમાં ગોચર નાણાકીય સ્થિતિ મજબૂત કરશે. વિદેશ પ્રવાસની યોજના થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ અને માનસિક સંતોષ મળશે.
આ ગોચરની અસર વ્યક્તિગત કુંડળી અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. વધુ વિગતવાર જાણકારી માટે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે. આ સમય દરમિયાન સકારાત્મક વિચારો અને સારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો.





