Shukra Gochar 2026: જયોતીષમાં શુક્રનું ખાસ મહત્વ છે અને તેના ગોચરથી કેટલીક રાશિઓને ખૂબ લાભ થાય છે આ શુક્ર ગ્રહ, જે સુંદરતા, પ્રેમ, ભૌતિક સુખ અને ધનનો કારક છે, તે ટૂંક સમયમાં રાશિ પરિવર્તન કરી રહ્યો છે. 26 માર્ચ 2026ના રોજ સવારે આશરે 5:13 વાગ્યે શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 19 એપ્રિલ સુધી ત્યાં રહેશે. આ ગોચર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ અસર કરશે, પરંતુ ખાસ કરીને આ 5 રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે.આ રાશિઓના જાતકોને નાણાકીય લાભ, પ્રેમ-લગ્ન જીવનમાં મધુરતા, સ્થાવર મિલકતના યોગ, નોકરી-બિઝનેસમાં પ્રગતિ અને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળવાની પ્રબળ શક્યતાઓ છે. તો ચાલો જાણીએ કઈ 5 રાશિઓ આ ગોચરથી સૌથી વધુ ભાગ્યશાળી બનશે.
1. મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શુક્રનું મેષ ગોચર અત્યંત સકારાત્મક રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. લગ્નજીવનમાં મધુરતા વધશે અને સંબંધો મજબૂત બનશે. પ્રેમીઓ લગ્ન તરફ આગળ વધી શકે છે. નોકરીપાલા લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને કારકિર્દીમાં સકારાત્મક બદલાવ આવશે.
2. કર્ક રાશિ
કર્ક રાશિ માટે આ ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કાર્યસ્થળે પ્રમોશનની તકો ખુલશે. ઉદ્યોગપતિઓને વ્યવસાયમાં મોટો નફો થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. જમીન-મિલકત સંબંધિત વિવાદોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. વિદેશમાં નોકરીની શોધ કરતા લોકોની મહેનત ફળીભૂત થશે.
3. સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે શુક્ર ગોચર નવી તકો અને ધનલાભ લાવશે. દરેક પ્રયાસમાં સફળતા મળશે. પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. ઓફિસમાં કાર્યની પ્રશંસા થશે અને પ્રમોશનની શક્યતા પણ છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.
4. મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત લાભદાયી રહેશે. જમીન-મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે. ઘર કે વાહન ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે. નાણાકીય લાભ અને સ્થાવર સંપત્તિના યોગ બનશે. સકારાત્મક પરિવર્તનો આવશે અને જીવનમાં સમૃદ્ધિ વધશે.
5. મીન રાશિ
મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે. મિલકત સંબંધિત વિવાદોનો અંત આવશે. ધન અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. પ્રેમ અને પારિવારિક સુખમાં વધારો થશે.આ શુક્ર ગોચર તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા! જ્યોતિષીય ગણતરીઓ અનુસાર આ સમયગાળો આ રાશિઓ માટે ખાસ રહેશે.




















