Home Religion Shani Budh Yuti 2025 Saturn Mercury Transit Aquarius These Zodiac Signs

Shani Budh Yuti : 30 વર્ષ બાદ શનિ અને બુધની યુતિથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, નવા વર્ષમાં થશે માલામાલ

Shani Budh Yuti
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2024, 06:28 AM IST

Shani Budh Yuti 2025 : જ્યોતિષ અનુસાર નવ ગ્રહોમાં શનિ સૌથી ક્રોધિત ગ્રહ છે, જે કાર્યો અનુસાર પરિણામ આપે છે અને ન્યાયને પસંદ કરે છે. સમય સમય પર શનિની રાશિ અને નક્ષત્ર બદલાતા રહે છે. ન્યાયનો ગ્રહ શનિ અને ગ્રહોનો રાજકુમાર બુધ નવા વર્ષમાં 30 વર્ષ પછી કુંભ રાશિમાં યુતિ કરશે. બુધ અને શનિના અદ્ભુત સંયોગને કારણે 3 રાશિના લોકોને નવા વર્ષમાં માલામાલ થવાના છે. ચાલો જાણીએ કે, વર્ષ 2025માં બુધ-શનિની યુતિથી કઈ રાશિઓને ફાયદો થશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે નવુ વર્ષ 2025 ખૂબ જ મહત્વનું રહેશે. નવા વર્ષમાં મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરિયાત જાતકોને કારકિર્દીમાં નવી ઉંચાઈ મળી શકે છે. વેપારમાં રૂપિયાના રોકાણ કરવાનો યોગ્ય તક મળશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને 2025માં અનેક પ્રકારની ખુશીઓ જોવા મળશે. જાતકોના સંબંધો મજબૂત થશે, કોર્ટ-કચેરીના મામલાઓમાં જીત મળશે. શનિની વિશેષ કૃપાથી નવા વર્ષમાં જાતકોનું ભાગ્ય બદલાઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ ઉત્તમ રહેશે. આ સમયગાળામાં જાતકોના સન્માનમાં વધારો થશે, વેપારમાં લાભ થશે, કાર્યસ્થળ પર સફળતા મળશે, નોકરીમાં બઢતી મળવાનો સંભવ છે અને ઘણા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat આની પુષ્ટિ કરતું નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now