Shani Budh Yuti 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ ગ્રહો દ્વારા અલગ-અલગ રીતે પ્રભાવિત થાય છે. રાશિ ગોચર અથવા નક્ષત્ર પરિવર્તનને કારણેરાશિઓ પર ગ્રહોની અસર શુભ અને અશુભ બન્ને પડી શકે છે. વર્ષ 2025માં ગ્રહોનું મોટું ગોચર થવાનું છે અને તેની અસર વિવિધ રાશિઓ પર પડશે. વાણીનો કારક બુધ અને ન્યાયાધીશ શનિની યુતિ બની રહી છે જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે.
પંચાંગ અનુસાર વર્ષ 2025માં 29 માર્ચે કર્મનો દાતા શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જો કે, આ પહેલા બુધ સાથે શનિની યુતિ થશે. મંગળવાર 11 ફેબ્રુઆરી 2025ના રોજસવારે 12:58 વાગ્યેબુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણેશનિ અને બુધની યુતિ બનશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025 સારું રહેશે. સંપત્તિમાં વૃદ્ધિ સાથે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. રોકાણનો વિચાર ફાયદાકારક રહેશે. સમાજમાં માન-સન્માન વધી શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો. તમને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે અને તમારા બોસ પણ તમારી પ્રશંસા કરશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
મકર રાશિ
બુધ અને શનિની યતિ મકર રાશિ માટે ફાયદાકારક રહેશે. વેપારમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીયાત લોકો માટે પણ સમય સારો રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. નોકરી કરતા લોકોનો પગાર વધવાની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. કંઈક નવું કરવાનું વિચારશે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે શનિ અને બુધની યુતિ લાભદાયક રહેશે. સામાજિક કાર્યોમાં તમારી વિશેષ રૂચિ વધશે. સંપત્તિમાં વૃદ્ધિ સાથે વેપારમાં વધારો થઈ શકે છે. વેપારીઓ માટે પણ સમય સારો રહેશે. કામકાજ સંબંધિત બાબતોમાં કંઈક નવું એક્સપ્લોર કરી શકો છો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે. ઘણા નવા સંબંધો બનશે. વાદ-વિવાદથી દૂર રહેશો. શનિનું ગોચર આ રાશિના લોકો પર પણ સારી અસર કરી શકે છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat આની પુષ્ટિ કરતું નથી.






