Home Entertainment Shah Rukh Khan Knight Riders Cricket Ground Los Angeles

Shah Rukh Khan એ અમેરિકામાં બનાવ્યું વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ : નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું LA Olympics 2028 સાથે પણ છે ખાસ કનેક્શન

Shah Rukh Khan built a world-class cricket stadium in America
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 03, 2026, 09:15 AM IST

Shah Rukh Khan એ અમેરિકામાં બનાવ્યું વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ

બોલિવૂડના સુપરસ્ટાર Shah Rukh Khan એ અમેરિકાના Los Angeles માં નવા Knight Riders Cricket Ground નું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્ટેડિયમ કેલિફોર્નિયાના Pomona શહેરમાં આવેલા Fairplex ખાતે બનાવવામાં આવ્યું છે અને હવે તે Los Angeles Knight Riders (LAKR)નું હોમ ગ્રાઉન્ડ બનશે. સ્ટેડિયમના ઉદ્ઘાટનની માહિતી Shah Rukh Khanએ સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે કહ્યું કે વર્ષોથી જોવામાં આવેલું એક સપનું હવે હકીકતમાં બદલાયું છે.

'સપનું હવે હકીકત બન્યું'

Shah Rukh Khan એ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે Knight Riders Cricket Ground માત્ર ક્રિકેટ રમવા માટેનું મેદાન નથી, પરંતુ પરિવારો, મનોરંજન અને યાદગાર ક્ષણો માટે પણ ખાસ સ્થળ છે.

તેમણે આ પ્રોજેક્ટમાં સહયોગ આપવા બદલ ICC Chairman Jay Shah અને ICC CEO Sanjog Guptaનો આભાર પણ માન્યો.

100 દિવસમાં તૈયાર થયું સ્ટેડિયમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ માત્ર 100 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. મેદાનમાં 8 પિચ, ICCના ધોરણ મુજબ બાઉન્ડ્રી અને 120-foot ઊંચા 6 ફ્લડલાઇટ ટાવર લગાવવામાં આવ્યા છે. આ સુવિધાઓ તેને આંતરરાષ્ટ્રીય મેચો માટે યોગ્ય બનાવે છે.

ઉદ્ઘાટનના વીડિયોમાં Ali Khan સહિત સ્ટાર ક્રિકેટરો દેખાયા

Shah Rukh Khanએ શેર કરેલા વીડિયો દરમિયાન Ali Khan પણ જોવા મળ્યા. Ali Khanનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં USAનું પ્રતિનિધિત્વ કરે છે અને હાલમાં Los Angeles Knight Riders ટીમનો ભાગ છે. વીડિયોમાં Dwayne Bravo અને Sunil Narine જેવા જાણીતા ક્રિકેટરો પણ જોવા મળ્યા.

આ પણ વાંચો: 'Alpha' જોઈને ભડક્યા દર્શકો! | શૂન્ય લોજિક અને કહાની પર ઉઠ્યા ગંભીર સવાલ, સોશિયલ મીડિયા પર ભારે હોબાળો | Offbeat Stories

LA Olympics 2028 સાથે છે ખાસ જોડાણ

આ સ્ટેડિયમનું સૌથી મોટું મહત્વ એ છે કે Los Angeles Olympics 2028માં ક્રિકેટની વાપસી થઈ રહી છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મેદાનને ભવિષ્યમાં ઓલિમ્પિક ક્રિકેટ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અને તૈયારીઓ માટે મહત્વપૂર્ણ સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, ઓલિમ્પિક મેચો અહીં જ યોજાશે તેની સત્તાવાર પુષ્ટિ હજુ કરવામાં આવી નથી.

MLC માં LA Knight Ridersનું પ્રદર્શન

Los Angeles Knight Ridersએ Major League Cricket (MLC)ની પ્રથમ સીઝન 2023થી ભાગ લીધો હતો. ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. 2023માં ટીમ 6મા, 2024માં 5મા અને 2025માં ફરી 6મા સ્થાને રહી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now