Home Entertainment Sam Neill Dies At 78 Jurassic Park Actor

'જુરાસિક પાર્ક' ના સ્ટાર સેમ નીલનું 78ની વયે અવસાન : દુર્લભ બ્લડ કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ અચાનક થયું અવસાન

Jurassic Park star Sam Neill passes away
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 13, 2026, 09:04 AM IST

પરિવારે આપી અવસાનની માહિતી

હોલિવૂડના જાણીતા અભિનેતા અને 'જુરાસિક પાર્ક' ફિલ્મથી વિશ્વભરમાં લોકપ્રિય બનેલા સેમ નીલનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. પરિવારના જણાવ્યા અનુસાર સેમ નીલનું સિડનીમાં પરિવારજનોની હાજરીમાં અચાનક અને અનપેક્ષિત રીતે અવસાન થયું. જોકે તેમના અવસાનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

બ્લડ કેન્સર સામે લડીને થયા હતા કેન્સરમુક્ત

સેમ નીલે 2023માં ખુલાસો કર્યો હતો કે તેઓ Angioimmunoblastic T-cell Lymphoma નામના દુર્લભ બ્લડ કેન્સરથી પીડિત હતા. લાંબી સારવાર બાદ તેમણે જાહેર કર્યું હતું કે તેઓ કેન્સરમુક્ત બની ગયા છે. પરિવારના નિવેદનમાં પણ જણાવાયું છે કે અવસાન સમયે તેઓ કેન્સરમુક્ત હતા, પરંતુ તેમનું નિધન અચાનક થયું હતું.

'જુરાસિક પાર્ક'થી મળી વૈશ્વિક ઓળખ

સેમ નીલે 1993માં આવેલી સ્ટીવન સ્પીલબર્ગની સુપરહિટ ફિલ્મ 'Jurassic Park'માં ડૉ. એલન ગ્રાન્ટની ભૂમિકા ભજવી હતી. આ પાત્રે તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. ત્યારબાદ તેઓ 'Jurassic Park III', 'Jurassic World Dominion', 'The Piano', 'Peaky Blinders', 'The Hunt for Red October' અને અનેક ફિલ્મો તથા ટીવી સિરીઝમાં પણ જોવા મળ્યા હતા. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે 150થી વધુ ફિલ્મો અને ટીવી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો: ગોવિંદા નહોતા ઇચ્છતા હું શોમાં જાઉં | સુનીતા આહૂજાનો ખુલાસો | Offbeat Stories

વિશ્વભરમાંથી શ્રદ્ધાંજલિ

સેમ નીલના અવસાનના સમાચાર સામે આવ્યા બાદ વિશ્વભરના ચાહકો અને ફિલ્મ જગતના અનેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના નેતાઓએ પણ તેમને યાદ કરતાં કહ્યું કે સેમ નીલે પોતાની અભિનય પ્રતિભાથી વિશ્વ સિનેમામાં અમિટ છાપ છોડી છે. તેમની યાદગાર ભૂમિકાઓ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now