Russia India Energy: ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકા વચ્ચે વૈશ્વિક ઇંધણ સંકટની સ્થિતિમાં રશિયાએ ભારત માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રશિયા ભારતના ઉર્જા પુરવઠામાં કોઈ વિક્ષેપ પડવા દેશે નહીં.
તેમણે કહ્યું, “હું ખાતરી આપી શકું છું કે રશિયન ઉર્જા પુરવઠા સંબંધિત ભારતના હિતોને કોઈ અસર થશે નહીં. ભારત અને રશિયા વચ્ચેના કરારોને કોઈ અન્યાયી સ્પર્ધા અથવા વિક્ષેપથી નુકસાન ન પહોંચે તે માટે રશિયા તમામ શક્ય પ્રયાસો કરશે.”
લવરોવે વધુમાં ભાર મૂક્યો કે રશિયાએ હંમેશા ભારત સાથેની પોતાની જવાબદારીઓ પૂર્ણપણે નિભાવી છે. ભારતને જરૂરી ઉર્જાના પુરવઠા માટે રશિયા તેલ, ગેસ અને કોલસાની સપ્લાય સતત ચાલુ રાખશે.
આ પણ વાંચો: "અમેરિકા પતન તરફ" : શી જિનપિંગના નિવેદન બાદ ટ્રમ્પે આપી સફાઈ, બાઇડન પર ઢોળ્યો દોષનો ટોપલો!





