Home Religion Rashifal 30 December 2024 Today Horoscope Monday Somwati Amavasya Astro Upay

આજનું રાશિફળ : આ રાશિના જાતકોનો વર્ષના અંતિમ દિવસે ધનલાભના યોગ

આજનું રાશિફળ
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2024, 05:50 AM IST

હિન્દુ પંચાગ અનુસાર આજે 30 ડિસેમ્બર 2024 સોમવારના પવિત્ર પોષ મહિનાના કૃષ્ણ પક્ષનો અમાસનો દિવસ છે. જેને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગંગા સ્નાન અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આ અમાસના દિવસે જણો કેવું રહેશે 12 રાશિઓનું રાશિફળ અને તેને લગતા ફળદાયક ઉપાયો.

મેષ
આ રાશિના જાતકોનો પ્રવાસ અને દેશ યાત્રાની સ્થિતિ સુખદ રહેશે, આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. સંબંધોમાં નિકટતા આવશે. માન સન્માનમાં વધારો થશે. ઉપાય માટે સવારે વાંદરાને ગોળ, ચણા કે કેળા ખવડાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

વૃષભ
શુક્રનું ગોચર સ્વાસ્થ્ય માટે સારું નથી. તમને કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. પરિવાર તરફથી તણાવમાં વધારો થઈ શકે છે. ઉપાય માટે સવારે કોઈ નાની છોકરીને ભોજન કરાવો અને કોઈ ગરીબને વસ્ત્રનું દાન કરો.

મિથુન
ધીરજથી કામ લેવાની જરૂર છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. મિત્રતામાં સંબંધો ગાઢ બનશે. ઉપાય માટે સવારે ગાયને લીલો ચારો ખવડાવો અથવા ભોજન કરાવો સાથે ઘાયલ ગાયની સારવાર કરાવો.

કર્ક
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રોપર્ટીને લઈને માનસિક તણાવ ઉદ્દભવી શકે છે. માન સન્માનમાં વધારો થઈ શકે છે. ઉપાય માટે લોટ, ચોખા અથવા ખાંડનું દાન કોઈ ગરીબ વ્યક્તિને કરો, સવારે પાણીમાં થોડું દહીં નાખીને સ્નાન કરો.

સિંહ
અંગત સુખમાં અડચણ આવી શકે છે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. માન-સન્માનમાં વધારો થશે. નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે. ઉપાય માટે સવારે સૂર્ય બીજ મંત્રનો જાપ કરો અને રોલી અને ચોખા ઉમેરીને સૂર્યદેવને જળ અર્પણ કરો.

કન્યા
ભાવનાત્મક રીતે લીધેલો નિર્ણય ખોટો પડી શકે છે. અંગત સુખોમાં વિઘ્ન આવી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો થશે. વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ઉપાય માટે સવારે ગાયને લીલો ચારો ખવડાવો અને ગાયની સેવા કરો.

તુલા
આ રાશિના જાતકોના સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. પિતા અથવા અધિકારી તરફથી તમને માનસિક તણાવનો અનુભવ કરી શકો છો. નોકરી ધંધામાં પ્રગતિના યોગ બની રહ્યાં છે. બિનજરૂરી દોડધામ થશે. માતા-પિતાનો સહયોગ મળશે. ઉપાય માટે સવારે ગરીબોને ભોજન કરાવો અને કોઈ વૃદ્ધને વસ્ત્રનું દાન કરો.

વૃશ્ચિક
આ રાશિના જાતકોને તમને કોઈ મામલામાં સફળતા મળશે. નોકરી ધંધામાં પ્રગતિ થશે. રચનાત્મક કાર્યમાં ઉત્સાહનું પ્રદર્શન થશે. ઉપાય માટે ઘરે બજરંગ બાણનો પાઠ કરો અને વાંદરાને ગોળ, ચણા કે કેળા ખવડાવો.

ધનુ
સગા સંબંધીઓ સાથેના સંબંધોમાં બદલાવ તમારા માટે સુખદ રહેશે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે. ઉપાય માટે સવારે બૃહસ્પતિ બીજ મંત્રનો જાપ કરો અને હળદર લગાવેલી રોટલી ગાયને ખવડાવો.

મકર
આ રાશિના જાતકો પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. સુખમાં વિઘ્ન આવશે. બિનજરૂરી દોડધામ થઈ શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. ઉપાય માટે કૂતરાઓને ભોજન કરાવો અને શનિદેવના બીજ મંત્રનો જાપ કરો.


કુંભ
તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો બૌદ્ધિક કૌશલ્યથી કરેલ કાર્યો પૂર્ણ થશે. પારિવારિક તણાવમાં વધારો થઈ શકે છે. સંબંધોમાં નિકટતા આવશે. ઉપાય માટે સવારે શનિદેવના મંત્રનો જાપ કરો અને ઘાયલ કૂતરાની સારવાર કરાવો.


મીન
શૈક્ષણિક સ્પર્ધામાં ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. ઉપાય માટે ગાયને હળદર વાળી રોટલીમાં ખવડાવો અને ગુરુના બીજ મંત્રનો જાપ કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now