Home National Pm Modi 7 Appeals Global Oil Crisis Iran War Strait Of Hormuz Impact

AC ચલાવવા પર પણ કંટ્રોલ! : PM મોદીની અપીલ પહેલા જ 70 દેશોમાં લાગુ થઈ ગઈ છે આ કડક પોલિસી

PM Modi Appeals AC Usage Policy
Published by: Nirali Gohil
Last Updated: May 11, 2026, 11:00 AM IST

નવી દિલ્હી: રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધે વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી દીધી છે. ખાસ કરીને તેલ પુરવઠા માટે લાઈફલાઈન ગણાતા દરિયાઈ માર્ગો બંધ થતા પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં પહેલેથી જ હાહાકાર મચી ગયો છે. ભારત આ સંકટમાં સુરક્ષિત રહે તે હેતુથી પીએમ મોદીએ જનતાને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી છે. પીએમએ માત્ર તેલ જ નહીં, પણ સોનાની ખરીદી ઘટાડવા અને વિદેશ પ્રવાસ ટાળવા જેવી બાબતો પર ભાર મૂક્યો છે જેથી દેશનું વિદેશી હૂંડિયામણ સુરક્ષિત રહે.

વર્ક ફ્રોમ હોમ અને AC પર કંટ્રોલ: 70 દેશોમાં પહેલેથી જ કડક નીતિ

પીએમ મોદીએ ઘરેથી કામ (Work From Home) ને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે જેથી વાહનોના ઇંધણની બચત થઈ શકે. રસપ્રદ વાત એ છે કે ભારત પહેલા વિશ્વના અંદાજે 70 દેશો આ નીતિ અપનાવી ચૂક્યા છે. ઇટાલી, સ્પેન, જર્મની અને કેનેડા જેવા વિકસિત દેશોએ પણ ઉર્જા બચાવવા માટે એસી (AC) ના તાપમાન પર મર્યાદા નક્કી કરી છે. આ દેશોમાં જાહેર પરિવહનનો ઉપયોગ વધારવા અને ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે વહીવટી સ્તરે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

શું સાચ્ચે જ એટલું આસાન છે વર્ક ફોર્મ હોમ?: PM મોદીની સલાહ પછી ફરી થઈ રહી છે ચર્ચાઓ

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ

ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતું શિપિંગ અટકી પડ્યું છે. આ તે માર્ગ છે જ્યાંથી વિશ્વનો મોટો તેલ પુરવઠો પસાર થાય છે. તેની અસર સીધી રીતે તેલના ભાવો અને ઉપલબ્ધતા પર પડી રહી છે. ચીન અને જાપાન જેવા દેશોએ પણ ઉર્જા સંકટને જોતા પેટ્રોલિયમની બચત માટે આંશિક પ્રતિબંધો લાદ્યા છે. ભારત અત્યાર સુધી તેના વ્યૂહાત્મક ભંડારના કારણે ટકી રહ્યું છે, પરંતુ લાંબા ગાળાના સંકટ સામે લડવા માટે જનજાગૃતિ અનિવાર્ય છે.

પીએમ મોદીની જનતાને 7 મુખ્ય અપીલો:

  1. ઇંધણનો બચાવ: વાહનોનો ઉપયોગ ઘટાડવો અને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

  2. વર્ક ફ્રોમ હોમ: જે સેક્ટરમાં શક્ય હોય ત્યાં ઘરેથી કામ કરવાની પદ્ધતિ અપનાવવી.

  3. સોનાની ખરીદી બંધ કરવી: આર્થિક સ્થિરતા માટે બિનજરૂરી સોનાની ખરીદી ટાળવી.

  4. વિદેશ પ્રવાસ ટાળવો: ડોલર અને વિદેશી હૂંડિયામણ બચાવવા અત્યારે વિદેશ ન જવું.

  5. કુદરતી ખેતીને પ્રોત્સાહન: ખાતર અને કેમિકલ પરની નિર્ભરતા ઘટાડવી.

  6. AC નો મર્યાદિત ઉપયોગ: ઉર્જા બચાવવા એસીના વપરાશ પર નિયંત્રણ રાખવું.

  7. જાહેર પરિવહનનો ઉપયોગ: ખાનગી વાહનોને બદલે બસ કે ટ્રેનનો ઉપયોગ વધારવો.

સોમનાથ અમૃત પર્વે દેશને મળ્યો વિશેષ સ્મારક સિક્કો: જાણો તેની ખાસિયતો

શિક્ષણ અને કાર્ય સંસ્કૃતિમાં ફેરફાર

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) ના ટ્રેકર મુજબ, ઘણા દેશોએ બાળકો માટે ઓનલાઈન ક્લાસ ફરી શરૂ કર્યા છે જેથી સ્કૂલ બસો અને વાહનોનું ઇંધણ બચી શકે. સરકારી સ્તરે પણ સત્તાવાર મુલાકાતો અને પ્રવાસોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત પણ હવે આ વૈશ્વિક નીતિ તરફ ડગ માંડી રહ્યું છે જેથી ભવિષ્યમાં કોઈપણ સંભવિત તેલ કટોકટીનો મક્કમતાથી સામનો કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now