દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જોતી હોય છે અને આવનારું વર્ષ તેમના માટે શું લઈને આવશે તે જાણવા ઉત્સુક હોય છે. અંક જ્યોતિષ પ્રમાણે વર્ષ 2026નો સરવાળો 1 થાય છે જે નવી શરૂઆત અને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે જે લોકો નવા વર્ષમાં કોઈ નવું સાહસ કરવા માંગે છે તેમના માટે આ સમય મહત્વનો રહેશે. અહીં મૂળાંક 1થી 9 સુધીના લોકો માટે 2026 કેવું રહેશે તેની વિગતો આપવામાં આવી છે.
મૂળાંક 1 જે લોકોનો મૂળાંક 1 છે તેમના માટે વર્ષ 2026 જોબમાં નવી તકો લઈને આવશે. તમને નવી શરૂઆત કરવાની પ્રેરણા મળશે પરંતુ ડગલે ને પગલે ચેલેન્જિસ પણ આવશે. કોઈપણ પ્રકારના શોર્ટકટથી દૂર રહેવું નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. એપ્રિલ મહિના પછી કરિયર અને બિઝનેસમાં પ્રોફિટ મળી શકે છે. તમારી ઇન્કમમાં સ્ટેબિલિટી આવશે. આ વર્ષે તમારે તમારી મહત્વાકાંક્ષાને સમજદારીથી બેલેન્સ કરવી પડશે.
મૂળાંક 2 વર્ષ 2026 મૂળાંક 2 વાળા લોકો માટે નવી એનર્જી અને સફળતા લઈને આવી રહ્યું છે. નવા લોકો સાથે ઓળખાણ વધશે જે તમારા બિઝનેસ માટે ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટીના કામમાં તેજી આવશે. જોકે અહંકાર અને લાલચના કારણે રિલેશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે અને શરૂઆતના મહિનાઓમાં ઈમોશનલ સ્ટ્રેસ રહી શકે છે. અનિયમિત દિનચર્યાથી હેલ્થ બગડી શકે છે.
મૂળાંક 3 આ નવું વર્ષ તમારી લવ લાઈફ પર ખાસ અસર કરશે. પાર્ટનર સાથે ગેરસમજ વધી શકે છે અને કોઈ અંગત વ્યક્તિ દગો આપી શકે છે. આ વર્ષે મેરેજ અંગેનો નિર્ણય સમજી વિચારીને લેવો. સેલ્સ માર્કેટિંગ આઈટી અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ સારું રહેશે.
મૂળાંક 4 આ વર્ષ તમારા માટે સરળ નહીં હોય પરંતુ જે પણ સફળતા મળશે તે લાંબા સમય સુધી ટકી રહેશે. તમારી ધીરજ અને ડિસિપ્લિન તમારા સૌથી મોટા હથિયાર બનશે. તમે સ્ટાર્ટઅપ અથવા નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકો છો.
મૂળાંક 5 નવા વર્ષમાં ટ્રાન્સફર થવાના યોગ છે. ખર્ચ પર કંટ્રોલ રાખવો નહીંતર લોન લેવી પડી શકે છે. લવ મેરેજ માટે વાત બની શકે છે. અકસ્માતની શક્યતા હોવાથી વાહન સાવચેતીથી ચલાવવું. વર્ષના બીજા ભાગમાં સારો પ્રોફિટ થશે.
મૂળાંક 6 વર્ષ 2026માં તમારું વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. લગ્ન માટે સારો લાઈફ પાર્ટનર મળવાના યોગ છે. જોખમી ઇન્વેસ્ટમેન્ટથી બચવું. કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી મનની શાંતિ મળશે.
મૂળાંક 7 આ વર્ષે જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળશે. જે લોકો નવા વર્ષમાં કોઈ નવું કામ કે બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમણે સમર્પિત થઈને કામ કરવું પડશે તો જ સફળતા મળશે. નોકરી કરતા લોકો પર પણ આ નિયમ લાગુ પડશે. પાર્ટનર સાથે વિવાદથી બચવું નહીંતર બ્રેકઅપ થઈ શકે છે.
મૂળાંક 8 આ વર્ષ તમારા માટે ચેલેન્જિસ લાવશે પરંતુ મહેનતનું ફળ ધીરે ધીરે મળશે. ફેમિલી રિસ્પોન્સિબિલિટી વધશે. તમે જેટલા ડિસિપ્લિનમાં રહેશો તેટલી જ સફળતા તમને પ્રાપ્ત થશે.
મૂળાંક 9 નવું વર્ષ તમારા માટે લકી સાબિત થશે. જે લોકો પોતાનું કામ કે બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે સમય સારો છે. તમને પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે. બેંક બેલેન્સ વધશે અને લગ્ન નક્કી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ શકો છો.





















