Home International North Korea Religion Kim Jong Un Atheism Facts

શું કિમ જોંગ ઉન નાસ્તિક છે? : જાણો ઉત્તર કોરિયામાં કયા ધર્મનું અસ્તિત્વ છે અને લોકોની આસ્થા પાછળનું રહસ્ય

શું કિમ જોંગ ઉન નાસ્તિક છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 04:30 PM IST

ઉત્તર કોરિયાના શાસક Kim Jong Un વિશે દુનિયાભરમાં અનેક ચર્ચાઓ થતી રહે છે. હાલમાં જ ઉત્તર કોરિયાએ ઈરાન પર અમેરિકાના સૈન્ય હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી તેને ઈતિહાસનું શરમજનક પગલું ગણાવ્યું હતું. જોકે રાજકીય અને સૈન્ય ગતિવિધિઓ સિવાય લોકોમાં હંમેશા એ કુતૂહલ રહે છે કે આ રહસ્યમય દેશમાં કયા ધર્મનું પાલન કરવામાં આવે છે? શું દુનિયાને થથરાવતો આ તાનાશાહ કોઈ ઈશ્વરમાં માને છે કે કેમ?

કોઈ ધર્મ કે ભગવાનમાં વિશ્વાસ નહીં

તમને જાણીને નવાઈ લાગશે કે Kim Jong Un કોઈ પણ ધર્મ કે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ પોતાને સ્પષ્ટપણે નાસ્તિક ગણાવે છે. ઉત્તર કોરિયાનું વહીવટીતંત્ર સામ્યવાદ એટલે કે Communismના સિદ્ધાંતો પર ચાલે છે, જ્યાં વ્યક્તિગત ધાર્મિક માન્યતાઓ કરતાં રાજ્યની વિચારધારાને સર્વોપરી માનવામાં આવે છે. વર્ષ 2012 માં સત્તા સંભાળ્યા બાદ કિમ ત્યાંના લોકો માટે માત્ર રાજનેતા જ નહીં પરંતુ તેનાથી પણ વિશેષ સ્થાન ધરાવે છે.

ધાર્મિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણોનો માહોલ

ઉત્તર કોરિયામાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં આવતું નથી. પ્યોંગયાંગમાં 3 Christian ચર્ચ અને એક મસ્જિદ હોવા છતાં ત્યાં ધાર્મિક વિધિઓ કરનારા લોકોની સંખ્યા નહિવત છે. દેશમાં ચૌન્ડોઈઝમ (Cheondoism) ધર્મને સત્તાવાર માન્યતા મળેલી છે. આ ધર્મની મુખ્ય માન્યતા એ છે કે મનુષ્યે પોતે જ પોતાના અને સમાજના ઉત્થાન માટે કામ કરવું પડે છે અને અહીં પુનર્જન્મ જેવી કોઈ વિભાવના નથી.

ખ્રિસ્તી ધર્મ પાળનારાઓ માટે કડક નિયમો

દેશમાં બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ પાળતો એક નાનો સમૂહ છે જે કુલ વસ્તીના માત્ર 5% જેટલો જ છે. ખ્રિસ્તી ધર્મ માટે આ દેશ ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે કારણ કે વર્ષ 2016થી અહીં Christmasની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેના બદલે શાસકે લોકોને પોતાની દાદી કિમ જોંગ સુકનો જન્મદિવસ ઉજવવાનો આદેશ આપ્યો હતો, જેમનો જન્મ 1919માં નાતાલના દિવસે થયો હતો.

ઉલ્લેખનીય છે કે Kim Jong Unના નેતૃત્વમાં ઉત્તર કોરિયા સતત મિસાઈલ પરીક્ષણો કરી રહ્યું છે. તાજેતરમાં જ જાપાનના કોસ્ટ ગાર્ડ તરફ શંકાસ્પદ બેલેસ્ટિક પ્રોજેક્ટાઈલ મિસાઈલ છોડીને આ દેશે ફરી એકવાર પ્રાદેશિક સુરક્ષા મામલે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now