Home Education/Career News Career How To Get Jobs In Google Which Skills Require For Google

Google Jobs : ગૂગલમાં નોકરી કેવી રીતે મળશે?

Google Jobs
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2025, 04:33 AM IST

1. Google Jobs Eligibility: ગૂગલમાં નોકરી માટે શું લાયકાત જરૂરી છે?

  • ટેકનિકલ રોલ્સ માટે શૈક્ષણિક લાયકાત: B.Tech, MCA, અથવા M.Tech જેવી ડિગ્રી.
  • નોન-ટેક્નિકલ રોલ્સ માટે:BA, BBA, MBA અથવા સમકક્ષ ડિગ્રી.

ગૂગલ ડિગ્રી કરતાં સ્કિલ્સને વધુ મહત્વ આપે છે.જો તમારી પાસે ડિગ્રી નથી, પણયોગ્ય સ્કિલ્સ છે, તો તમે પણ ગૂગલમાં નોકરી મળી શકે છે.

🔹સર્ટિફિકેશન (Google Free Courses): Google Career Certificates, Coursera અથવા Udemy પરથી Cloud Computing, Data Analytics જેવા કોર્સ કરો.

2. Googleમાં નોકરી કેવી રીતે શોધવી?

વેબસાઇટ:careers.google.com પર મુલાકાત લો.
જોબ સર્ચ કરો:તમારી સ્કિલ્સ અને ઇન્ટરેસ્ટ મુજબ Software Engineer, Data Analyst જેવી નોકરી શોધો.
સ્થાન અને પ્રકાર પસંદ કરો:દિલ્હી, મુંબઈ, બેગ્લુરુ, હૈદરાબાદ (ફુલ-ટાઇમ, ઇન્ટર્નશિપ).
LinkedIn દ્વારા કનેક્ટ થાઓ:ગૂગલના કર્મચારીઓ સાથે જોડાઈ વેકેન્સી અંગે જાણકારી મેળવો.
રેફરલ:જો તમારું Google Employee સાથે કનેક્શન છે, તો રેફરલ મેળવવાનો પ્રયત્ન કરો, જેનાથી સિલેક્ટ થવાના ચાન્સ વધી શકે છે.

3. Googleમાં નોકરી માટે કેવી રીતે અરજી કરવી?

રિઝ્યૂમ:

  • 1 પેજનો સરળ અને અસરકારક રિઝ્યૂમ બનાવો.
  • પ્રોજેક્ટ્સ અને એચિવમેન્ટ્સ હાઇલાઇટ કરો (જેમ કે"50% performance boost in app").
  • જોબ ડિસ્ક્રિપ્શન સાથે સંકળાયેલા કીવર્ડ્સનો ઉપયોગ કરો.

કવર લેટર:

  • ગૂગલમાં નોકરી કેમ મેળવવી છે અને તેનું કંપનીના મિશન સાથે જોડાણ બતાવો.

પોર્ટફોલિયો:

  • ડિઝાઇનર અથવા ડેવલપરમાટેGitHub અથવા Behance પર પોર્ટફોલિયો બનાવો.

4. Google Interview: ગૂગલ ઈન્ટરવ્યૂમાં શું પૂછાય?

ગૂગલની ભરતી પ્રક્રિયા 3-5 રાઉન્ડમાં થાય છે:

Round 1 – Screening:

  • ટેલીફોનિક અથવા વિડીયો કોલ, જ્યાંબેઝિક સ્કિલ્સ અને અનુભવ પર ચર્ચા થાય.

Round 2 – ટેક્નિકલ ટેસ્ટ:

  • કોડિંગ ચેલેન્જ:(ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ આધારિત)

Round 3-5 – ઑન્સાઇટ ઈન્ટરવ્યૂ:

  • કોડિંગ પ્રોબ્લેમ્સ (Whiteboard પર સોલ્યુશન)
  • સિસ્ટમ ડિઝાઇન (સીનિયર રોલ્સ માટે)
  • બિહેવિયરલ પ્રશ્નો (ટીમમાં કન્ફ્લિક્ટ કેવી રીતે હેન્ડલ કરશો?)

ટિપ્સ:

  • Confidence રાખો અને પ્રત્યેક પ્રશ્નને તર્કસંગત રીતે ઉકેલો.
  • Mock Interviews અને LeetCode પર પ્રેક્ટિસ કરો.

5. Google Salary: ગૂગલમાં સેલેરી કેટલી છે?

Freshers: ₹15-40 લાખ/વર્ષ (Interns ને ₹50,000-1,00,000/મહિને).
અનુભવી:₹50 લાખ - ₹2 કરોડ વાર્ષિક, રોલ અને લોકેશન પર આધાર રાખે છે.

6. Google Office Locations:

📍ભારત:બેંગલુરુ, હૈદરાબાદ, ગુરગુ્રામ, મુંબઈ.
વિદેશ:કેલિફોર્નિયા (Headquarters), લંડન, સિંગાપોર, વગેરે.

7. Google Internship: ગૂગલમાં ઇન્ટર્નશિપ કેવી રીતે મળશે?

સ્ટૂડન્ટ્સ માટે:

  • Google Summer Internship માટે લેટેસ્ટ અપડેટ માટે ચેક કરો.
  • સારા પર્ફોર્મન્સ પર ફુલ-ટાઇમ નોકરી મળવાની સંભાવના છે.

Google Jobs માટે ખાસ ટિપ્સ:

🔹 Networking: Google Events અને Tech Conferencesમાં ભાગ લો.
🔹 Coding Competitions: Google Code Jam, Kick Startમાં ભાગ લો.
🔹 Patience રાખો: સિલેક્શન પ્રક્રિયા 2-6 મહિના સુધી ચાલી શકે છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now