Home Religion New Year 2026 Guru Pradosh Vrat Lord Shiva Remedies

New Year 2026 : નવા વર્ષના પ્રથમ દિવસે કરો મહાદેવને પ્રસન્ન, ખુશીઓથી છલકાશે જીવન

New Year 2026
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 11:30 AM IST

વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2026 ની શરૂઆત અત્યંત પવિત્ર સંયોગ સાથે થઈ રહી છે. 01 જાન્યુઆરી ગુરુવારના રોજ પ્રદોષ વ્રત આવી રહ્યું છે. ગુરુવારે આવતા આ વ્રતને 'ગુરુ પ્રદોષ વ્રત' તરીકે ઓળખવામાં આવે છે. આ પર્વ દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરીને મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે વ્રત રાખશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાયોથી નોકરીમાં સફળતા અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.

નવા વર્ષના પ્રથમ દિવસે જો તમે મહાદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો પૂજા દરમિયાન નીચે મુજબના ઉપાયો કરવાથી ગ્રહોની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

પરિવાર અને આર્થિક સ્થિતિ માટેના ઉપાયો

  • શિવ અભિષેક: ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે નવા વર્ષના પ્રથમ દિવસે સ્નાન કર્યા બાદ ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. જો ગંગાજળમાં કાળા તલ ઉમેરીને અભિષેક કરવામાં આવે તો રાહુ કેતુ જેવા માયાવી ગ્રહોની કુદ્રષ્ટિમાંથી મુક્તિ મળે છે.

  • તુલસી પૂજા: ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે વર્ષના પ્રથમ દિવસે તુલસીના છોડની પૂજા કરવી અનિવાર્ય છે. ગંગાજળમાં કરેણનું ફૂલ ઉમેરીને તુલસી માતાને અર્ધ્ય આપવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિનું આગમન થાય છે.

માનસિક શાંતિ અને ગ્રહ મજબૂતીના ઉપાયો

  • ચંદ્ર દેવની કૃપા: જો તમે માનસિક તણાવથી પરેશાન હોવ તો ગુરુ પ્રદોષના દિવસે ગાયના કાચા દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.

  • ગુરુ ગ્રહની મજબૂતી: કુંડળીમાં બૃહસ્પતિ દેવને પ્રબળ કરવા માટે પૂજા બાદ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આનાથી નોકરી અને વ્યવસાયમાં ઈચ્છિત સફળતા મળે છે.

ભક્તિ અને મંત્ર સાધના

મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રદોષ વ્રતની પૂજા દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. શિવ તાંડવ સ્તોત્રના પઠનથી ભોલેનાથ પ્રસન્ન થઈને સાધક પર આશીર્વાદની વર્ષા કરે છે. નવા વર્ષની શરૂઆત આ આધ્યાત્મિક ઉપાયો સાથે કરવાથી આખું વર્ષ મંગલમય રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now