Home International Netanyahu Trump Phone Call Iran Nuclear Deal Hormuz Strait

હોર્મુઝ અને ઈરાન અંગે નેતન્યાહુનો મોટો દાવો : જાણો ટ્રંપ સાથે ફોન પર શું થઈ વાત?

Netanyahu, Trump, Iran, Hormuz Strait
Published by: Vishal Dave
Last Updated: May 24, 2026, 05:42 PM IST

પશ્ચિમ એશિયાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત અંગે મહત્વના ખુલાસા કર્યા છે. આ ચર્ચામાં હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંતિમ નિર્ણય લેવા અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

પરમાણુ ખતરો ખતમ કરવા પર સહમતિ

નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ઈરાન પર કડક વલણ અપનાવવા અંગે સંપૂર્ણ સહમતિ સધાઈ છે. ઈઝરાયલના વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેના કોઈપણ ભાવિ કરારમાં તેના પરમાણુ જોખમને જડમૂળથી નાબૂદ કરવું અનિવાર્ય રહેશે. આ અંતર્ગત ઈરાનના પરમાણુ સંવર્ધન કેન્દ્રોને નષ્ટ કરવા અને ત્યાં રહેલી પરમાણુ સામગ્રીને તેના સરહદી વિસ્તારમાંથી દૂર કરવાની શરતો સામેલ છે. ઈઝરાયલે પોતાની નીતિ પુનરાવર્તિત કરતા જણાવ્યું છે કે તે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં.

અમેરિકા અને ઈઝરાયલની અતૂટ ભાગીદારી

ફોન પર થયેલી આ હાઈપ્રોફાઈલ વાતચીતમાં નેતન્યાહૂએ ઈઝરાયલની સુરક્ષા પ્રત્યે ટ્રમ્પના દ્રઢ સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને ઓપરેશન રૂરિંગ લાયન અને એપિક ફ્યુરીનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બંને દેશોના સૈન્યોએ સંયુક્ત રીતે ઈરાનના પડકારોનો સામનો કર્યો હતો. ટ્રમ્પે લેબનાન સહિતના તમામ મોરચે પોતાની રક્ષા કરવાના ઈઝરાયલના સાર્વભૌમ અધિકારનું સમર્થન કર્યું છે.

મિડિલ ઈસ્ટનું વર્તમાન સંકટ

ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ મિડિલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઈરાને જવાબી કાર્યવાહીના ભાગરૂપે હોર્મુઝ જળમાર્ગ પરથી પરિવહન રોકી દીધું હતું, જેના કારણે વૈશ્વિક સ્તરે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. જોકે આ વિવાદમાં પાકિસ્તાન મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ ઉકેલ લાવી શકાયો નથી. અમેરિકા ઈરાનને પરમાણુ શક્તિ સંપન્ન દેશ તરીકે જોવા નથી માંગતું, જ્યારે બીજી તરફ ઈરાન અમેરિકાની શરતોને પક્ષપાતી ગણાવીને નમતું જોખવા તૈયાર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now