Home Gujarat Nadiad Police Social Media Fake News Roumers

રશિયા યુક્રેન યુદ્ધ અફવા મામલે તંત્રની લાલ આંખ : સોશિયલ મીડિયા પર યુદ્ધના બહાને અછતની અફવા ફેલાવનાર સામે પોલીસ ફરિયાદ

રશિયા યુક્રેન યુદ્ધ અફવા મામલે તંત્રની લાલ આંખ
Published by: Chintan Chavda
| Last Updated: Mar 25, 2026, 07:36 AM IST

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી સોશિયલ મીડિયા પર જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાશે તેવી ભ્રામક માહિતી ફેલાવનાર એક શખ્સ સામે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ફેસબુક પર પોસ્ટ મૂકી લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, ગત 23 માર્ચથી 24 માર્ચ, 2026 દરમિયાન 'રાણા જીગ્નેશભાઈ પી.' નામના ફેસબુક આઈડી પરથી એક ઉશ્કેરણીજનક અને પાયાવિહોણી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુદ્ધના કારણે દેશમાં અનાજ, ખાદ્ય તેલ અને પેટ્રોલિયમ પેદાશોની ભારે અછત સર્જાવાની છે.

આરોપીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે:

  • ગેસના બોટલ મળવા મુશ્કેલ બનશે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ થઈ શકે છે.

  • પોતાના કથિત અનુભવ તરીકે તેણે જણાવ્યું કે નડિયાદમાં ચાર પેટ્રોલ પંપ પર ફર્યા બાદ માંડ એક પંપ પરથી એક કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પેટ્રોલ મળ્યું હતું.

  • વધુમાં તેણે લોકોને સલાહ આપી હતી કે ઇન્ટરનેટ બંધ થવાની અને બેંક સર્વર ડાઉન થવાની શક્યતા હોવાથી લોકોએ ઘરમાં રોકડ રકમનો સંગ્રહ કરવો જોઈએ.

પોલીસની કાર્યવાહી

નડિયાદ સલુણ બજાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રાવજીભાઈ ઈશ્વરભાઈ સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા ત્યારે આ ભ્રામક પોસ્ટ તેમના ધ્યાને આવી હતી. તપાસમાં જણાયું હતું કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને તેનો હેતુ માત્ર જનતામાં અંધાધૂંધી અને ભયનો માહોલ ઊભો કરવાનો હતો.

"સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે. લોકોએ આવી કોઈ પણ અસત્ય માહિતી પર વિશ્વાસ ન કરવો અને તેને શેર ન કરવી." — નડિયાદ પોલીસ

પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં કોઈ પણ ચીજવસ્તુની અછત નથી, તેથી નાગરિકોએ સંગ્રહખોરીથી દૂર રહેવું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદના શિવરંજની BRTS સ્ટેન્ડ પર ભીષણ આગ: મુસાફરોમાં મચી નાસભાગ, માંડ માંડ ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબૂ

અમદાવાદના શિવરંજની BRTS સ્ટેન્ડ પર ભીષણ આગ
Play Video

ભરૂચની ઔદ્યોગિક ત્સુનામી: દેશના કેમિકલ નિકાસમાં 23.5% ફાળો આપી બન્યું અર્થતંત્રનું ગ્રોથ એન્જિન

ભરૂચની ઔદ્યોગિક ત્સુનામી

ગુજરાતમાં Uniform Civil Code નો યુગ શરૂ: વિધાનસભામાં UCC બિલ પસાર, જગદીશ વિશ્વકર્માએ કહ્યું- 'એક રાષ્ટ્ર, એક કાયદો' નો સંકલ્પ સાકાર!

ગુજરાતમાં Uniform Civil Code નો યુગ શરૂ

UCC Bill Pass at Gujarat: શું છે Uniform Civil Code? જાણો આ બિલના કારણે "હંગામા હૈ ક્યું બરપા"

UCC Bill Pass at Gujarat