Vaidhriti Yog 2026: આગામી 14 એપ્રિલ 2026ના રોજ જ્યારે સૂર્ય દેવ મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તે દિવસે મેષ સંક્રાંતિની સાથે જ આકાશમાં એક અત્યંત અશુભ ગણાતો 'વૈધૃતિ યોગ' નિર્માણ પામશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય અને ચંદ્ર એકબીજાથી 180 ડિગ્રીના અંતરે વિરુદ્ધ દિશામાં હોય છે, ત્યારે આ જોખમી યોગ બને છે. આ યોગ માનસિક અશાંતિ, આર્થિક નુકસાન અને પારિવારિક સંબંધોમાં તણાવ લાવનારો માનવામાં આવે છે. ખાસ કરીને મેષ, કર્ક અને ધનુ રાશિના જાતકો માટે આ સમય સાવચેતી રાખવાનો રહેશે.
મેષ રાશિ: આર્થિક મોરચે સતર્ક રહેવું
મેષ રાશિના જાતકો માટે આ યોગ માનસિક દબાણ અને બેચેની લાવી શકે છે. નાણાકીય બાબતોમાં અચાનક ખર્ચ વધવાથી અથવા કોઈ જૂના રોકાણમાં નુકસાન થવાથી મન પરેશાન રહેશે. પ્રોપર્ટી સંબંધિત વિવાદોમાં કોઈ મોટો ઝટકો લાગવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ માથાનો દુખાવો, અનિદ્રા અને થાક જેવી સમસ્યાઓ સતાવી શકે છે. કાર્યસ્થળ પર કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા વિચારવું જરૂરી છે.
કર્ક રાશિ: ઉતાવળિયા નિર્ણયો ભારે પડશે
કર્ક રાશિના લોકોએ પૈસાની લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી પડશે. શોર્ટકટ પદ્ધતિથી પૈસા કમાવવાની લાલચ ભારે પડી શકે છે. દાંપત્ય જીવનમાં પણ નાની-નાની વાતોમાં મતભેદ થવાની સંભાવ્યા છે. આ દરમિયાન ઈજા કે અકસ્માતનો ભય હોવાથી વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું. જૂની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું, અન્યથા લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો: Vastu Tips : શું તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં રાખો છો ગંગાજળ? બદલી નાખો આ આદત, નહીં તો થશે ધનહાનિ
ધનુ રાશિ: કરિયરમાં આવી શકે છે પડકારો
ધનુ રાશિના જાતકો માટે વ્યાવસાયિક જીવનમાં થોડી અસ્થિરતા આવી શકે છે. કામમાં મન ન લાગવું અથવા સહકર્મીઓ સાથે અણબનાવ થવાની શક્યતા છે. નવા વ્યવસાયની શરૂઆત કે મોટું રોકાણ અત્યારે ટાળવું હિતાવહ છે. પારિવારિક સ્તરે માતા-પિતા સાથેના સંબંધોમાં ખટરાસ આવી શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે.
બચાવના અસરકારક ઉપાયો અને શાસ્ત્રોક્ત વિધિ
જ્યોતિષ શાસ્ત્રમાં જો સમસ્યા છે, તો તેનું સમાધાન પણ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. વૈધૃતિ યોગની નકારાત્મકતાને ખાળવા માટે શિવ આરાધના સર્વોપરી છે. ભગવાન શિવ કાળના દેવતા છે, તેમની પૂજાથી અશુભ ગ્રહોનું બળ ક્ષીણ થાય છે.
પરિણામ અને સાવચેતી
મેષ સંક્રાંતિ 2026નો આ સમયગાળો મોટા પરિવર્તનનો સાક્ષી બનશે. ગ્રહોની આ કરવટ આપણને સ્પષ્ટ સંકેત આપે છે કે હવે અત્યંત સાવચેત રહીને ચાલવાનો સમય છે. આ યોગ ભલે પડકારજનક હોય, પરંતુ સંયમ અને ધીરજના બળે તેના પ્રભાવને મર્યાદિત કરી શકાય છે. ઉપરોક્ત ત્રણ રાશિના જાતકોએ ખાસ કરીને 14 એપ્રિલથી લઈને જ્યાં સુધી સૂર્ય પોતાનું નક્ષત્ર ન બદલે, ત્યાં સુધી સતર્ક રહેવું. જ્યોતિષની આ ગણતરી માત્ર એક ચેતવણી છે, જેનો મૂળ હેતુ વ્યક્તિને આવનારા કઠિન સમય સામે અગાઉથી તૈયાર કરી સુરક્ષિત કરવાનો છે.





