Home Religion Mercury And Venus Planetary War Impact On Zodiac Signs Analysis

બુધ અને શુક્રના ટકરાવથી 4 રાશિઓ પર સંકટના વાદળ : જાણો ગ્રહ યુદ્ધની અસરો અને બચવાના ઉપાયો

બુધ અને શુક્રના ટકરાવથી 4 રાશિઓ પર સંકટના વાદળ
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 03:00 AM IST

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને તેમની સ્થિતિ માનવ જીવન પર ઊંડી અસર કરે છે. વૈદિક જ્યોતિષમાં 'ગ્રહ યુદ્ધ' નામની સ્થિતિ અત્યંત મહત્વની માનવામાં આવે છે. જ્યારે બે કે તેથી વધુ ગ્રહો સમાન શક્તિ સાથે એક જ રાશિમાં અત્યંત નજીક આવી જાય ત્યારે તેને ગ્રહ યુદ્ધ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ અવસ્થાને અશુભ માનવામાં આવે છે કારણ કે તે સંબંધિત ગ્રહોની સકારાત્મક ઉર્જા ઘટાડવાનું કામ કરે છે.

દ્રિક પંચાંગના ડેટા મુજબ 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 દરમિયાન બુધ અને શુક્ર આશરે ૨.૫ દિવસ માટે ગ્રહ યુદ્ધની સ્થિતિમાં રહેશે. આ દુર્લભ સંયોગથી કેટલીક રાશિઓએ વિશેષ સાવધાની રાખવી પડશે.

આ 4 રાશિઓ માટે સમય રહેશે પડકારજનક

કર્ક રાશિ:

આ રાશિના જાતકો માટે આગામી સમય ભાવનાત્મક રીતે કપરો સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો કે જીવનસાથી સાથે ગેરસમજ થવાની પૂરી સંભાવના છે તેથી શાંત રહીને સંવાદ કરવો હિતાવહ છે. બુધ અને શુક્રનો આ ટકરાવ પ્રેમ અને સંવાદિતાને અસર કરી શકે છે માટે નાણાકીય રોકાણના મામલે સાવચેતી રાખવી.

તુલા રાશિ:

આ રાશિના લોકો માટે મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે. માનસિક તણાવ અને મૂંઝવણને કારણે મિત્રતા અને પ્રેમ સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે. 28 જાન્યુઆરી પછી મોટા રોકાણો કે મુસાફરીના આયોજનમાં સાવધાની રાખવી જરૂરી છે. માનસિક શાંતિ માટે ધ્યાન કરવું ફાયદાકારક રહેશે.

મકર રાશિ:

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો પારિવારિક જવાબદારીઓથી ભરેલો રહેશે. ગ્રહોના સંઘર્ષને કારણે પ્રેમ અને પારિવારિક સંબંધોમાં ભ્રમની સ્થિતિ સર્જાઈ શકે છે. નવા પ્રોજેક્ટ્સ, રોકાણ કે પ્રવાસના નિર્ણયોમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે.

મીન રાશિ:

આ રાશિના જાતકો માટે સમય ઉતાર-ચઢાવ વાળો રહેશે. ઘરમાં નાની બાબતોમાં થતી બોલાચાલી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડતી જણાય ત્યારે વડીલોની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે. આધ્યાત્મિક સાધના દ્વારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો.

ગ્રહ યુદ્ધની નકારાત્મક અસરોથી બચવાના ઉપાયો

જો તમારી રાશિ પર આ ગ્રહ યુદ્ધની નકારાત્મક અસર જોવા મળી રહી હોય તો જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક સરળ ઉપાયો કરી શકાય છે:

  • બુધની શાંતિ માટે: દરરોજ ગાયને લીલું ઘાસ ખવડાવવું અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.

  • શુક્રના પ્રભાવ માટે: શુક્રવારે સફેદ વસ્તુઓ જેવી કે સાકર કે ચોખાનું દાન કરવું અને લક્ષ્મીજીની ઉપાસના કરવી.

  • માનસિક સંતુલન: ગ્રહોના ટકરાવ દરમિયાન મન ભ્રમિત ન થાય તે માટે પ્રાણાયામ અને ધ્યાનનો સહારો લેવો.

આ ગ્રહ યુદ્ધ ભલે ટૂંકા ગાળા માટે હોય પરંતુ તેની અસરો લાંબા સમય સુધી રહી શકે છે માટે આ ૨.૫ દિવસ દરમિયાન સંયમ જાળવવો અનિવાર્ય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now