Home Education/Career Major Recruitment In Indian Railways

ભારતીય રેલવેમાં બંપર ભરતી : એક ક્લિક પર જાણો તમામ વિગતો

ભારતીય  રેલવેમાં બંપર ભરતી
Published by: Offbeat Team
| Last Updated: Jan 16, 2025, 01:01 PM IST

Railway MTS Recruitment 2025: ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે. આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે.

સંસ્થા/વિભાગનું નામ: ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)
પોસ્ટનું નામ: અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન
અરજી કરવાની તારીખ: 16 ફેબ્રુઆરી, 2025
સત્તાવાર વેબસાઈટ: dfccil.com

અગત્યની તારીખો:
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા 16 જાન્યુઆરી 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 છે. જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માગો છો, તો અંતિમ તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો.

પદોના નામ:
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, MTS/એક્ઝિક્યુટિવ/ જુનિયર એક્ઝિક્યુટિવ તેમજ અન્ય પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચો.

વય મર્યાદા:
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)ની ભરતીમાં ઉમેદવારની ઉંમર ઓછાંમાં ઓછી 18 વર્ષથી 33 વર્ષ સુધીની હોવી જોઈએ. વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:
અલગ અલગ પદો પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે. પગારને લગતી વધુ માહિતી જાણવા માટે તમે જાહેરાત જોઈ શકો છો.

જગ્યાઓ:
કુલ 642 જગ્યાઓ ભરતીની પ્રકિયા ચાલુ છે.

જુનિયર મેનેજર (ફાયનાન્સ): 3 જગ્યાઓ
એક્ઝિક્યુટિવ (સિવિલ): 36 પોસ્ટ્સ
એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રિકલ): 64 જગ્યાઓ
એક્ઝિક્યુટિવ (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન): 75 પોસ્ટ્સ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS): 464 પોસ્ટ્સ

અરજી ફી:
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિન-અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 1000 જયારે અનામત વર્ગના ઉમેદવારોએ રૂપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે, જયારે SC,ST,PWD અને મહિલા ઉમેદવારો કોઈ અરજી ફી ચુકવાની નથી.

પસંદગી પ્રક્રિયા:
પસંદગી શૈક્ષણિક લાયકાત, અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. પસંદગીને લગતી વધુ માહિતી નીચે જાણવામાં આવેલ છે.

1. કંપ્યુટર આધારિત પરીક્ષા (CBT):
પ્રથમ ઉમેદવારોને કંપ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, તાર્કિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે.

2. શારીરિક ક્ષમતા પરીક્ષણ (PET):
લખિત પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારોને શારીરિક ક્ષમતા પરીક્ષણ માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષણમાં ઉમેદવારોની શારીરિક ક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે, જેમ કે દોડ, વજન ઉઠાવવું વગેરે.


3. દસ્તાવેજ ચકાસણી:
શારીરિક ક્ષમતા પરીક્ષણ પછી, ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની પ્રામાણિકતા તપાસવામાં આવે છે.

4. તબીબી પરીક્ષણ:
છેલ્લા ચરણમાં, ઉમેદવારોનું તબીબી પરીક્ષણ થશે. આ પરીક્ષણમાં ધ્યાન આપવામાં આવે છે કે ઉમેદવાર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત છે કે નહીં.

આ પ્રકારની પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર 10 પાસ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતને લગતી વધુ માહિતી નીચે જણાવેલ છે.

1. રેલવે MTS પદ માટે:
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
સાથે સાથે, ઉમેદવાર પાસે ITIનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

2. રેલવે કાર્યકારી (સિવિલ) પદ માટે:
ઉમેદવારે સિવિલ ઈજનેરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કરેલું હોવું જોઈએ.

3. કાર્યકારી (વિદ્યુત):
આ પદ માટે અરજી કરતા ઉમેદવારે વિદ્યુત ઈજનેરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હોવો જોઈએ.

4. કાર્યકારી (સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન):
આ પદ માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ.

અરજી પ્રક્રિયા:
1. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
2. હવે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL)ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
3. વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
4. અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
5.હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
6. હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’: રેલવેમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી!

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી: નહીં પડે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાની જરૂર, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે SATHEE App

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?: આખરે શું હોય છે પિંક, બ્લૂ, ગોલ્ડ, વ્હાઇટ અને ગ્રે કોલર જોબ્સ?

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક: 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!: UPSC CMSની અરજી પ્રક્રિયા શરૂ, જાણો પરિક્ષા અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી: જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર: હવે 15,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આજથી પ્રેફરન્સ વિન્ડો શરૂ; જાણો કઈ રીતે કરવી અરજી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક': સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક'

IAS, IPS, IFS કે IRS: જાણો કોનો દબદબો છે સૌથી વધુ અને કોને મળે છે સૌથી વધુ સેલરી

IAS, IPS, IFS કે IRS

ભારતના 5 સૌથી મજબૂત કરિયર: જેમાં મળશે સમાજમાં ભરપૂર સન્માન અને 'રૂપિયાનો ઢગલો' અલગ!

ભારતના 5 સૌથી મજબૂત કરિયર

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર: અનુજ અગ્નિહોત્રી બન્યા ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!: NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!

Railway Recruitment 2026: રેલવેમાં 22,000થી વધુ જગ્યા પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Railway Recruitment 2026

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય: એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું": NCERT ના નવા અભ્યાસક્રમ પર CJIનો આકરો પ્રહાર

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું"

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?: જાણો આ હાઇ પેઈંગ જોબ માટેની સંપૂર્ણ પ્રોસેસ

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?: જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?